Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૂંફ:બાળક માટે દુનિયા પ્રયોગશાળા છે

    1 day ago

    ડૉ. ધર્માંશુ વૈદ્ય ઘરમાં બે-ત્રણ વર્ષનું બાળક હોય અને જમીન પર દૂધ, પાણી કે દાળ ઢોળાયેલી ન મળે, તો સમજવું કે ઘરમાં કશુંક અસ્વાભાવિક છે. બાળકના હાથમાંથી વાટકી સરકી જાય, ગ્લાસ ઊંધો પડી જાય કે થાળીમાંથી ભાત નીચે વેરાય, ત્યારે મોટા ભાગની માતાઓનો પિત્તો છટકે છે. ઘણા બાળકો તો જાતે જ ગ્લાસ ઊંધો વાળી દે છે અને મમ્મીના રોષનો ભોગ બને છે. ‘આખો દિવસ મારું કામ વધારે છે!’-આ ઉદ્ગાર દરેક ઘરની દીવાલો સાથે રોજ અથડાય છે. પણ જરા થોભીને વિચારવાની જરૂર છે: આ નાનકડું બાળક તમારું કામ વધારી રહ્યું છે કે પોતાની ઓળખ બનાવવા મથી રહ્યું છે? ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં થયેલા બાળવિકાસના આધુનિક સંશોધનો બહુ રસપ્રદ વાત કહે છે. બેથી ત્રણ વર્ષની વયે બાળકના મગજમાં ફાઇન મોટર સ્કિલ્સ એટલે કે હાથની આંગળીઓ અને સ્નાયુઓનું સંકલન સાધવાનું કૌશલ્ય ઘડાઈ રહ્યું હોય છે. બાળકની નજર અને હાથ વચ્ચેનો તાલમેલ હજુ કાચો હોય છે. બીજું, ન્યુરોસાયન્સ કહે છે એમ આ ઉંમરે બાળક માટે દુનિયા પ્રયોગશાળા હોય છે. જ્યારે તે દૂધનો ગ્લાસ ઢોળે છે, ત્યારે તે ગુરુત્વાકર્ષણનો નિયમ શીખી રહ્યું છે! પ્રવાહી નીચે જ કેમ પડે છે? ઢોળાયા પછી કેવો આકાર બને છે? આ બધું તેના માટે વિજ્ઞાનનો પહેલો પાઠ છે. તે તમારું કામ બગાડવા નથી માગતું, પણ પોતાની જિજ્ઞાસા સંતોષી રહ્યું છે. આપણી તકલીફ એ છે કે આપણે બાળકને ડાહ્યું-ડમરું બનાવવાની ઉતાવળમાં છીએ, પણ જે ઘરની જમીન પર ડાઘ નથી પડતા, તે ઘરના બાળકના વિકાસમાં ક્યાંક ડાઘ રહી જાય છે. તો પછી પ્રશ્ન થાય કે મા-બાપ તરીકે આ તબક્કે વાસ્તવમાં કરવાનું શું? સૌપ્રથમ તો ગુસ્સો છોડીને ધીરજ ધારણ કરવાની. બાળકથી કંઈક ઢોળાય ત્યારે તેને વઢવાને બદલે શાંતિથી સમજાવાનું, ‘કાંઈ વાંધો નહીં, ચાલ આપણે સાથે મળીને આ સાફ કરીએ.’ બાળકના હાથમાં નાનું કપડું કે પોતું આપવાનું. આનાથી તેને બે મોટા પાઠ શીખવા મળશે. એક તો એને પોતાની ભૂલ સમજાશે અને બીજું એને કામ કરવાની ટેવ પડશે. આ સાથે નાના બાળકોને પ્લાસ્ટિક કે સ્ટીલના નાના વાસણમાં જ ખાવાપીવા આપીએ, જેથી જમીન પર પથરાવ થાય તો જલદી સમેટી શકાય. એટલે આજથી તમારું બાળક જાતે ખાવાપીવાની જિદ્દ કરે તો એમ કરવા દે જો, પછી ભલે તે થોડું વેરે. આ વેરવું એ જ તેના સ્વાવલંબનનો પાયો છે. બાળપણ એ માત્ર સ્વચ્છતા કેળવવાનો નહીં, પણ સહજતા પામવાનો ઉત્સવ છે. ઢોળાયેલું દૂધ લૂછી શકાશે, પણ બાળકના મનમાં બેસી ગયેલો ડર કે ગુસ્સો ક્યારેય ભૂંસી શકાશે નહીં, આ વાત યાદ રાખવી ઘટે. પીપરમિન્ટ: બાળકને બાળક થઈને જ પમાય.
    Click here to Read More
    Previous Article
    પાંચમો વેદ:દીકરીને PCODનું નિદાન થયું છે, આયુર્વેદમાં આનો કોઈ ઉપાય છે?
    Next Article
    ફેશન:કફ્તાન : કમ્ફર્ટ સાથે સ્ટાઇલનું પરફેક્ટ ફ્યુઝન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment