Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોબામાં દરિયો:અસલ ઓળખ

    2 days ago

    રેખાબા સરવૈયા ડેપ્યુટી કલેક્ટર તરીકે જ્યારે સાહેબે આ ચાર્જ સંભાળ્યો એ જ સાંજથી સ્ટાફમાંથી અને આખા ત્રણ માળનાં સેવા સદનમાં બેસતી દરેક કચેરીનાં કોઈને કોઈ સ્ટાફ દ્વારા એ પટ્ટાવાળા વિશે તરેહ-તરેહની વાતો કહેવામાં આવી હતી. એ વાતો પરથી સાહેબનાં માનસપટ પર એક ઉદ્દંડ, બંડખોર અને આપખુદ વ્યક્તિનું ચિત્ર ઉપસ્યું હતું. ઉપરથી ચૂંટણીનાં માહોલમાં ખાસ ભલામણ એવી પણ થયેલી એ ભાઈનું પોલિટિકલ કનેક્શન બહુ ઊંચા માંહ્યલું છે... મતદાન દરમિયાન કે બીજી કોઈ રીતે એ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા ન કરે એટલી સાવચેતી રાખવા માટે કેટલાંક લોકોએ ડેપ્યુટી કલેક્ટરને રીતસરનાં ચેતવ્યા જ હતા. જો કે ચૂંટણી અધિકારીએ પોતાનાં મતવિસ્તારનાં તમામ વલ્નરેબલ અને ક્રિટીકલ બૂથની મુલાકાત લીધી ત્યારે એ કર્મચારી એમની સાથે જ રહ્યો હતો એ ઉપરથી ચૂંટણી અધિકારીએ એ વિસ્તારમાં એનું ચલણ-માન અને વર્ચસ્વ પણ તાગવાની કોશિશ કરી હતી. રોજિંદા કામમાં બે-ત્રણ વાર સાહેબે એની પરીક્ષા પણ લીધી અને એમાં એ પાસ થયો હતો. અંગત રીતે સાહેબને એના વાણી-વર્તન પણ ઠીકઠાક લાગ્યા. એમાં સાહેબને એટલે જ તો એ વાત માનવી કઠણ થઈ પડી હતી કે... ચાલુ મતદાને જે ક્રિટીકલ બૂથમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે EVM+VVPAT નો આખો સેટ જ બદલવો પડ્યો હતો ઈ તો ઠીક પણ એ બૂથ ઉપર રી-પોલ જ આપવો પડે એવી સ્થિતિનું સર્જન કરવા માટે પ્રિ-સાઈડીંગ ઓફિસર ઉપર પ્રેશર લાવીને રોજકામમાં નોંધવાના સમયને 30 મિનિટથી વધુ લખવાનું દબાણ કરેલું અને એમાં શંકાની સોય કચેરીનાં કુખ્યાત કર્મચારી એભલ ઉપર તકાતી હતી. ગુસ્સાથી દેકારો કરીને કામ લેવાનો આ વખત નહોતો, એ રિટર્નિંગ ઓફીસર જાણતા હતાં. એણે ધૈર્યપૂર્વક કળથી કામ લેવાનું નક્કી કર્યું. પોતાનો સ્ટાફ ના...ના.... કર્યે રાખ્યું કહે કે સર આ ન કરાય. બિલાડીને દૂધનું રખેપું ન સોંપાય. પણ સાહેબે એભલની આંખોમાં પોતાની આંખો પરોવીને, ઊંડા વિશ્વાસથી કહ્યું, ‘એભલ, મને તારા પર ભરોસો છે તું હમણાં જ નીકળ અને જોઈને જો.. મેટર શું છે?’ કોઠાસૂઝથી કામ લઈને જલ્દી મારી કને આવ.’ – એભલની આંખોમાં ચમક આવી ગઈ. એણે ઉત્સાહથી સાહેબની વાત શિરોમાન્ય કરી અને મારતે ઘોડે વિવાદિત બૂથ પર પહોંચી ગયો. અજબની બુદ્ધિથી મામલો સુલઝાવી ગજબની સ્ફૂર્તિથી સાહેબ કને આવીને હકીકત વર્ણવી. દરમિયાનમાં સાહેબે જાણી લીધું કે કચેરીનાં અન્ય કો’ક વ્યક્તિની એ બીનામાં સામેલગીરી હતી અને એભલ ઉપર બધું નાખીને ઠીકરું ફોડવાની તૈયારીમાં હતા. એમ કરીને સાહેબની નજરમાંથી એભલને પાડી દઈને આ કચેરીમાંથી કાયમી ધોરણે એંભલનો નિકાલ કરવાનો પ્લાન હતો. સાહેબે એભલની પીઠ થાબડીને એટલું જ કહ્યું, ‘એભલ, આ ઘટનાથી મને કેટલાંય માણસોની અસલ ઓળખ થઈ તું સામાપૂરે તરનાર તરવૈયો ભલે રહ્યો પણ ક્યારેક કોઈ તારો હાથો બનાવીને ઉપયોગ ન કરી જાય એ ધ્યાન રાખજે.’ – એભલ અનોખા અહોભાવથી સાહેબની આંખોમાં પોતાના પ્રત્યે તરતા ભરોસાને જોઈ રહ્યો.
    Click here to Read More
    Previous Article
    પ્રેમ-પંથ:વિરહ : પ્રેમનો સૌથી નિઃશબ્દ અધ્યાય
    Next Article
    રસથાળ:એક વાનગી, ત્રણ અવતાર!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment