Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:એક વાનગી, ત્રણ અવતાર!

    2 days ago

    પૌંઆ એટલે ઝટપટ બની જાય એવો સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તો. પણ એક જ પૌંઆને થોડા ફેરફારથી રોજના નાસ્તાથી લઈને બાળકોના ટિફિન અને પાર્ટી માટેના ખાસ નાસ્તામાં ફેરવી શકાય. તો ચાલો, એક જ બેઝ રેસીપીના ત્રણ અલગ અવતાર બનાવીએ! ક્લાસિક વેજ પૌંઆ અવતાર 1 સામગ્રી : જાડા પૌંઆ-2 કપ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું બટાકું-1 નંગ, લીલા વટાણા-પા કપ, સમારેલું લીલું મરચું-2 નંગ, રાઈ-1 ચમચી, જીરું-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી, લીંબુ અને કોથમીર રીત : પૌંઆને પાણી વડે ધોઈને નીતરવા મૂકો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું તડતડાવો. સમારેલું મરચું અને ડુંગળી સાંતળો. બટાકા અને વટાણા ઉમેરી ઢાંકીને થવા દો. હવે હળદર, મીઠું અને પૌંઆ ઉમેરી હળવા હાથે મિક્સ કરો. 2-3 મિનિટ ધીમા તાપે ગરમ કરી ગેસ બંધ કરો. લીંબુનો રસ અને કોથમીર ભભરાવીને પીરસો. રંગબેરંગી કિડ્સ પૌઆ અવતાર 2 સામગ્રી : ક્લાસિક પૌંઆ-2 કપ, બાફેલા મકાઈ દાણા, સમારેલું ગાજર-પા કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ, દાડમ દાણા, તેલ-2 ચમચી રીત : કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ગાજર, મકાઈ, કેપ્સિકમ ઉમેરો. શાક થોડાં ક્રિસ્પ રહે એ રીતે પકાવો. હવે તેમાં પૌંઆ ઉમેરી હળવા હાથે મિક્સ કરો. અંતે દાડમ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરો. પૌંઆને નાના મોલ્ડમાં દબાવીને મિની પૌંઆ કપકેક જેવા આકારમાં ટિફિનમાં આપી શકાય. પાર્ટી પૌઆ બાઈટ્સ અવતાર 3 સામગ્રી : ક્લાસિક પૌંઆ-2 કપ, બાફેલા બટાકા-2 નંગ, બ્રેડક્રમ્સ-1 કપ, ચાટ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-શેકવા માટે, ફેંટેલું દહીં, સમારેલી કોથમીર, ઝીણી સેવ, દાડમ દાણા રીત : તૈયાર પૌંઆમાં બાફેલા બટાકા, બ્રેડક્રમ્સ અને ચાટ મસાલો મિક્સ કરો. મિશ્રણમાંથી નાના બોલ્સ અથવા ટિક્કી બનાવો. તવા પર થોડું તેલ નાખીને બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પ થાય ત્યાં સુધી શેકો. ઉપરથી દહીં, કોથમીર, સેવ દાડમના દાણા ભભરાવીને સુંદર રીતે પીરસો.
    Click here to Read More
    Previous Article
    ખોબામાં દરિયો:અસલ ઓળખ
    Next Article
    નેપાળ પૂર- 392 લોકોના મોત, 1400 હજુ પણ લાપતા:290 ભારતીયોની શોધ ચાલુ; તળાવ તૂટવા પર ફરી પૂરનો ખતરો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment