Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:આઝાદ તો થયાં આપણે, સ્વતંત્ર નથી થયાં...

    1 day ago

    ભારતની આઝાદીને 79 વર્ષ પૂરાં થયા છે. આપણે વિશ્વના સૌથી મોટા ગણતંત્રમાં શ્વાસ લેતા હોવાનો દાવો કરીએ છીએ. આ 79 વર્ષના પ્રવાસ દરમિયાન દેશને ઉછળતો-વિકસતો અને બદલાતો જોનારી પેઢી હજી જીવે છે ત્યારે એમને યાદ હશે કે દૂરદર્શનનું પહેલું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી શરૂ થયું ત્યારે આખો પરિવાર સાથે બેસીને ન્યૂઝ, રવિવારની ફિલ્મ અને ગુરૂવારનું છાયાગીત જોતો. હવે દરેક ઓરડામાં પોતપોતાની પસંદગીના ઓટીટી જોવાય છે. એન્ડ્રોઈડ અને આઈફોનમાં મળતા અપડેટ્સથી ટીવીના ન્યૂઝ વાસી બની ગયા છે ત્યારે પાછા વળીને જોઈએ તો આ દેશનું ગણતંત્ર ક્યારેક કોઈનો હાથો બન્યું છે તો ક્યારેક કોઈની દાસી... ક્યારેક ન્યાયતંત્રનો અન્યાય આપણી નજર સામે આવે છે તો ક્યારેક અવાજ ઉઠાવનારાનું ગળું દબાવી દેવાય છે! હજી હમણાં જ બનેલા હાઈવેના સળિયા દેખાય, ફ્લાયઓવર્સ એક જ વર્ષમાં તૂટી પડે કે નવ જણાંને હડફેટમાં લઈને બેફામ ગાડી ચલાવનારને બેઈલ મળી જાય એવા કિસ્સાથી આપણને હવે આશ્ચર્ય નથી થતું. નવું ભારત ‘વિકાસ’ની દિશામાં ગમે તેટલી ઝડપે દોડતું હોય, પણ શાળામાં ડ્રોપઆઉટના આંકડા, બળાત્કાર કે સગીર બાળકોના ગૂમ થવાના આંકડાની વધતી સંખ્યાથી આપણા પેટનું પાણી પણ નથી હાલતું. આજનું ભારત પ્રેક્ટિકલ છે. ‘સગવડ’નો અર્થ ધીમે ધીમે ‘સ્વાર્થ’ સુધી પહોંચી ગયો છે. આપણે કદાચ પહેલાં કરતાં વધુ સ્વતંત્ર છીએ એવો વિચાર આપણને જુદી જુદી રીતે વેચવામાં આવે છે. વૃદ્ધોને રિટાયરમેન્ટ પ્લાન, યુવાપેઢીને એમના સંતાનોનું ભવિષ્ય, પોતાનું ઘર, સદાય યુવા રહેવાની જડીબુટ્ટી જેવાં અવનવાં સપનાં આજના ભારતને વધુને વધુ વ્યસ્ત અને ત્રસ્ત કરી રહ્યાં છે. ગુજરાતી યુવાન, ગુજરાતી સ્ત્રી હવે આધુનિક વિચારો ધરાવે છે, અંગ્રેજી બોલે છે, સ્વતંત્ર રીતે પ્રવાસ કરે છે... પરંતુ, એક મહત્વનો સવાલ જે આપણે સૌ એકબીજાને પૂછતાં ડરીએ છીએ-શું આપણે સાચે જ સ્વતંત્રતાને સાચી રીતે ઓળખી શક્યા છીએ? શું આપણે સાચી સ્વતંત્રતા માણી રહ્યાં છીએ? આપણે જેને સ્વતંત્રતા કહીએ છીએ એ બધું જ, સિગરેટ, શરાબ, ડ્રગ્સ, ટૂંકા વસ્ત્રો, બેફામ જીવન, પૈસા ઉડાવવાની માનસિકતા અને માત્ર પોતાનો વિચાર કરવાની સ્વકેન્દ્રી જીવનશૈલી... સ્વતંત્રતાની વ્યાખ્યા છે? ‘તમારે શું પંચાત’ અથવા ‘માઈન્ડ ઓન યોર બિઝનેસ’ જેવા વાક્યો આપણે અવારનવાર સાંભળીએ છીએ, કહીએ પણ છીએ. આપણા ઘરનો દરવાજો બંધ થાય પછી ‘આપણે શું?’ એ જ આપણી ભીરુ અને શાહમૃગ વૃત્તિ ધીરે ધીરે આખા દેશને ગ્રસી રહી છે ત્યારે, શું આપણે ખરેખર સ્વતંત્ર ભારતનું ગૌરવ કરી શકીએ એમ છીએ? ઓટીટી પર દેખાડવામાં આવતા દ્રશ્યો કે સિનેમામાં દર્શાવાતી વિલનની ગ્લેમર (પુષ્પા, એનિમલ, કબીરસિંઘ) યુવાપેઢીને સંસ્કાર કે સભ્યતાને બદલે તોછડાઈ, દાણચોરી અને હિંસા શીખવે છે. લઘરવઘર રહેવું, વાત વાતમાં ઈગો પ્રોબ્લેમ ઉભા કરવા, ટણી કરવી, હથિયારો વાપરવાં કે બેદરકારીથી જીવવું, વર્તવું એ સ્વતંત્રતા છે? સંબંધોને સન્માન ન આપવું, નાની વાતમાં બ્રેકઅપ કરવું, લગ્ન ન કરવા, લિવઈન રહેવું, નહીં જેવી વાતમાં છૂટાછેડા લેવા કે છૂટાછેડા લેતી વખતે સામેની વ્યક્તિને પાયમાલ, બરબાદ કરી નાખવાની ગાંઠ વાળવી... એ સ્વતંત્ર ભારતનો નવો ચહેરો છે? સ્કૂલમાં ભણતા બે સગીર વિદ્યાર્થીઓ એકબીજા પર હુમલો કરે, એમાંથી એકનું મૃત્યુ થાય... ફિલ્મસ્ટાર કે બિઝનેસ પર્સન આપઘાત કરે અને કેસ દબાઈ જાય... સગીર છોકરાઓ પોતાના મોજશોખ માટે ચોરી કરે, સાવ નાનકડી બાળકીઓના બળાત્કાર થાય એ કયું સ્વતંત્ર ભારત છે? ગઈકાલનું ભારત થોડું હૃદયથી વિચારતું ભારત હતું. ઈમોશનલ અને સંસ્કાર, સભ્યતા, સંબંધોને મહત્ત્વ આપતું ભારત! ડુસકાં લઈને રડતી નાયિકા, ભ્રષ્ટ રાજકારણી કે પોલીસ અધિકારી સામે લડીને જીતતો નાગરિક, ફરજ માટે જીવ આપી દેતા લોકો, સંતાનના ભવિષ્ય માટે મહેનત કરતાં માતા-પિતા અને માતા-પિતા માટે અંગત સ્વાર્થ છોડી દેતાં સંતાનો, આ દેશની ગઈકાલ બની ગઈ. આજે બધું જ બદલાઈ ગયું છે. જ્યુડિશિયરી સિસ્ટમ, પોલીસ, રાજકારણી, સમાજ, શિક્ષણ બધે જ જાણે એક એવી હવા વહે છે જેમાં ઈમાનદારીને બેવકૂફી માનવામાં આવે છે. બેઈમાની આજની ‘પ્રેક્ટિકાલિટી’ છે. ગણતંત્ર આમ તો પ્રજાના ઈશારે ચાલતી સિસ્ટમ છે, પરંતુ ગામડાં અને શહેર વચ્ચે વધતા અંતરમાં શહેરની સ્ત્રી કે યુવા પાસે પસંદગીના અવકાશ છે, વધુને વધુ વિકાસ, વ્યવસ્થા, વિજ્ઞાન અને વ્યક્તિગત સ્વતંત્રતા છે, જ્યારે ગામડાં વધુને વધુ પછાત બની ગયા છે. પેન્ટ પહેરવાથી કે સેલફોન આવવાથી ગામડાંનો વિકાસ થતો નથી. ગામડાંમાં વસતા એક મોટા વર્ગને એના અધિકારોની ખબર જ નથી. સિનેમા, ટેલિવિઝન ત્યાં સુધી પહોંચ્યા છે માટે સપનાં એમને પણ જાગ્યાં છે, પરંતુ એ સપનાં પૂરાં કરવાની વ્યવસ્થા હજી સુધી પહોંચી શકી નથી. પાણી, વીજળી, શિક્ષણ કે ખેતી માટેની સાદી સુવિધાઓ પણ આપણે દેશના અડધાથી વધુ લોકો સુધી પહોંચાડી શક્યા નથી. ઘરેલુ હિંસા કે બળાત્કારના 70 ટકા કેસ નોંધાતા નથી. દીકરીઓને ભણાવવાના સ્લોગન ભલે ટ્રક પર ચીતરાય, પણ દેશના 50 ટકાથી વધુ વિસ્તારોમાં સ્ત્રી શિક્ષણનો વિરોધ થાય છે! કાયદામાં જાતિ અને જ્ઞાતિને નાબૂદ કરવામાં આવ્યા છે, પરંતુ વોટિંગ માટે તો ફક્ત એની જ વાતો અને ગણતરી થાય છે. અર્થવ્યવસ્થાના વિકાસની વાતો થાય છે, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે? 79 વર્ષનું સ્વતંત્ર ભારત પોતાની જુવાની જીવી શક્યું નથી... ઘડપણના આરે પહોંચેલું આ રાષ્ટ્ર હજી 15મી ઓગસ્ટ, 1948ના દિવસે અપાયેલાં એ વચનોને પૂરાં થતાં જોવાં ઝંખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં ફરી વિનાશક પૂરની ચેતવણી, 18 ગુજરાતીઓનો પત્તો નહીં, બ્લિંકિટ-સ્વિગીથી હવે માત્ર 5 કિલો ખાંડ જ મળશે
    Next Article
    સુનામી:ભાઇ-બહેન, ઝઘડવું હોય એટલું ઝઘડજો પણ...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment