Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં ફરી વિનાશક પૂરની ચેતવણી, 18 ગુજરાતીઓનો પત્તો નહીં, બ્લિંકિટ-સ્વિગીથી હવે માત્ર 5 કિલો ખાંડ જ મળશે

    19 hours ago

    નમસ્તે, કાલના મોટા સમાચાર નેપાળથી છે. વધુ એક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. બીજા સમાચાર ખાંડને લઈને છે. ઓનલાઈન 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે. અમે તમને એ પણ જણાવીશું કે કાશીમાં ગલીઓમાં ચિતાઓ કેમ બળી રહી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. નેપાળ બોર્ડરથી 18 કિમી ઉપર વધુ એક તળાવ બન્યું:ચીને પૂરની ચેતવણી આપી; 389નાં મોત, 84 ભારતીયોનું રેસ્ક્યુ, 290 ગુમ નેપાળમાં બુધવારના ભયાનક પૂર પછી ચીને ભોટેકોશી નદીમાં ફરી મોટા પૂરની ચેતવણી આપી છે. ચીનથી મળેલી માહિતી મુજબ, રસવાગઢી બોર્ડરથી લગભગ 18 કિમી ઉપર લ્હેંદે નદીમાં પાણી રોકાવાથી તળાવ બની ગયું છે. પ્રશાસને નીચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારેથી દૂર સુરક્ષિત જગ્યાએ જવાની સલાહ આપી છે. લગભગ 0.11 ચોરસ કિમીમાં બનેલું આ તળાવ તૂટશે તો ભોટેકોશીમાં ફરીથી તેજ પૂર આવી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. બ્લિંકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે:રિટેલ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સે લિમિટ નક્કી કરી, એક મહિનામાં 35% મોંઘી થઈ કિટ, ઝેપ્ટો જેવી ક્વિક-કોમર્સ એપ્સ પરથી હવે ગ્રાહકો એક વખતમાં 2 થી 5 કિલો સુધી જ ખાંડ ખરીદી શકશે. દેશમાં તહેવારોની સિઝન શરૂ થવાના બરાબર પહેલાં ખાંડનો પુરવઠો ઘટવા અને કિંમતોમાં અચાનક આવેલા ઉછાળા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના વિભાગ અનુસાર, 26 ઓગસ્ટે દેશમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત 65.05 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. માત્ર એક મહિના પહેલા 26 જુલાઈએ તે 48 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે 30 દિવસમાં ખાંડ 35.5% મોંઘી થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. નેપાળની તબાહી પહેલાં અને પછીની 9 સેટેલાઇટ તસવીરો:ત્રિશૂલી નદીમાં વહી ગઈ વસાહતો, 6 કલાકના પૂરથી નકશો બદલાઈ ગયો નેપાળમાં 26 ઑગસ્ટના પૂરથી થયેલી તબાહી સેટેલાઇટથી પણ દેખાઈ રહી છે. પૂરમાં ગામો અને બજારો તણાઈ ગયા, રસ્તાઓ અને પુલ કાટમાળ નીચે દબાઈ ગયા. ચારેય તરફ કાદવવાળું પાણી અને પહાડી કાટમાળ દેખાઈ રહ્યો છે. આ પૂરે નેપાળ-તિબેટ બોર્ડરના સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો 4. કાનપુરમાં ટ્રેઈની વિમાન ક્રેશ, ગુજરાતના પાયલટ અને કર્ણાટકના ટ્રેનરનું મોત:પ્લેનમાં અચાનક ધડાકો થયો, પછી નીચે પડ્યું; બંને બહાર નીકળી શક્યા નહીં કાનપુરમાં ગુરુવારે સવારે 11:50 વાગ્યે એક ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું. અકસ્માતમાં વિમાન ઉડાવી રહેલા પાયલટ અને ટ્રેનીનું મોત થયું. આ દુર્ઘટના ગંગા બેરેજ પાસે થઈ. જે સમયે વિમાન હવામાં ડગમગ્યું, ત્યારે તે લગભગ 100 ફૂટ ઉપર હતું. બેલેન્સ ગુમાવ્યા બાદ વિમાન વૃક્ષો સાથે અથડાઈને નીચે પડ્યું. પછી જોરદાર ધડાકો થયો. દુર્ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ. લગભગ 12:15 વાગ્યે પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી. વિસ્તારને ઘેરી લીધો. પોલીસે લોહીલુહાણ પાયલટ સચિન ભાટિયા (ગુજરાતના) અને ટ્રેની અભિષેક પૂજારી (કર્ણાટકના)ને હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 5. બીજી ટેસ્ટમાં ભારતે 'જીતેલી' બાજી ગુમાવી:શ્રીલંકાએ લડત બતાવતા ફોલોઓન રમ્યા છતાં મેચ ડ્રો કરાવી, સોનલ દિનુષાની બન્ને ઇનિંગમાં સદી; ઈન્ડિયાએ 1-0થી સિરીઝ જીતી શ્રીલંકાએ ફોલોઓન રમવા છતાં ભારત સામેની બીજી ટેસ્ટ મેચ ડ્રો કરાવી લીધી છે. આ રીતે ભારતે બે ટેસ્ટ મેચની સિરીઝ 1-0થી જીતી લીધી છે. ભારતે ગૉલમાં યોજાયેલી પહેલી ટેસ્ટ મેચ 165 રનથી જીતી હતી. કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચનો હિરો શ્રીલંકાનો મિડલ ઓર્ડર બેટર સોનલ દિનુષા રહ્યો. તેણે શ્રીલંકાની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી. પ્રથમ ઇનિંગ્સમાં 103 રન બનાવનારા સોનલ દિનુષાએ બીજી ઇનિંગ્સમાં પણ નોટઆઉટ 133 રન બનાવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અલ નીનોની અસરથી અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ:ચોમાસાની વિદાયને આડે અંદાજે 20-25 દિવસ બાકી, સપ્ટેમ્બરના વરસાદ પર મીટ મંડાઈ ચોમાસાની વિદાયના આડે હવે અંદાજે 20થી 25 દિવસ બાકી રહ્યાં છે, ત્યારે વરસાદની ઘટે ખેડૂતોની ચિંતા વધારી છે. સિઝનના 65 દિવસ વિતી ચૂક્યા છે, તેમ છતા 17 જિલ્લામાં હજી પણ 3થી લઈ 87 ટકા વરસાદની ઘટ છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે. હવે સપ્ટેમ્બરના વરસાદ પર સૌની મીટ મંડાઈ છે. જો સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો રહે, તો તેની સીધી અસર ખરીફ પાકો (કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ) પર થવાની શક્યતા છે. આ ઉપરાંત જમીનમાં પૂરતો ભેજ ન રહે તો આગામી રવિ સિઝનમાં ઘઉં અને સરસવ જેવા પાકોના વાવેતર અને ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. નેપાળ પૂરમાં 18 ગુજરાતી ગુમ:ન્યૂઝીલેન્ડમાં વસતુ અમદાવાદનું પટેલ દંપતી મિસિંગ, બર્થ ડેના દિવસે જ ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદી ભાવિન રાવલ ગુમ નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 18 યાત્રાળુઓ ગુમ થયા છે અથવા કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાહત-બચાવ કામગીરી અને સંપર્કના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ 18માં ન્યૂઝિલેન્ડમાં રહેતું અને મૂળ અમદાવાદનું દંપતી પણ સંપર્ક વિહોણું છે. તેમના પરિવારજન ચિરાગ પટેલે સરકાર પાસે મદદ માગી છે. તેઓ મુંબઈની ટ્રાવેલ્સ એજન્સી મારફતે નેપાળ ગયા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આંધ્ર પ્રદેશમાં બસ અને ઓટો-રિક્ષાની ટક્કર, 7ના મોત:6 ઘાયલ; ઓટોમાં 15 મુસાફરો સવાર હતા, રોંગ સાઈડથી આવતી ટક્કર (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : નેપાળ તબાહીની વાત કરતાં કરતાં રડી પડ્યા સદગુરુ, VIDEO:કૈલાશ માનસરોવર યાત્રાથી પાછા ફરતી વખતે ઈશા ફાઉન્ડેશનના 77 લોકો ગુમ થયા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : નેપાળમાં પૂરથી બિહારમાં હાઈ એલર્ટ:યુપીમાં મહારાજગંજ અને કુશીનગરના ઘણા ગામો ખાલી કરાવાયા; એમપી-રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ક્રિકેટ : રાજકોટમાં રમતા જોવા મળશે સેહવાગ-દ્રવિડની જોડી!:આર્યવીર અને અન્વયનું ઈન્ડિયા U-19 ટીમમાં સિલેક્શન; ગુજરાતના બે ખેલાડીઓને પણ તક મળી (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : રક્ષાબંધન પહેલાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા:સોનું ₹2,860 સસ્તું થઈને ₹1.58 લાખ પર આવ્યું, 1 કિલો ચાંદીની કિંમત ₹2,791 ઓછી થઈ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.ક્રિકેટ :પાકિસ્તાની મૂળના UAE ક્રિકેટર પર 15 મહિનાનો પ્રતિબંધ:આસિફ ખાન ડોપ ટેસ્ટમાં નિષ્ફળ, પ્રતિબંધિત સ્ટેરોઇડ મળ્યું; ટેસ્ટ સપ્ટેમ્બર 2025માં થયો (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અહંકારના મદમાં રાવણે કૈલાસ પર્વત ઉઠાવવાનો પ્રયાસ કર્યો:ધ્યાનમગ્ન શિવજીએ પગના અંગૂઠાથી પર્વત દબાવ્યો, જાણો પ્રેરક કથા (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ સ્ટુડન્ટ્સે કૂતરાઓનું બનાવ્યું આધાર ID, ગળામાં QR કોડ IIT સ્ટુડન્ટ્સે કેમ્પસમાં ફરતા કૂતરાઓની ઓળખ માટે આધાર કાર્ડ જેવું ID બનાવ્યું. તમામના ગળામાં QR કોડ વાળો કોલર બેન્ડ લગાવ્યો છે. આને સ્કેન કરતા જ કૂતરાની ઓળખ, રસીકરણ (વેક્સિનેશન) અને ઈલાજ જેવી માહિતી મળશે. આનાથી કૂતરાઓની સંભાળ રાખનારાઓને તેમની ઓળખ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી માહિતી સરળતાથી મળી શકશે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. રશિયા બ્રિટન પર અણુબોમ્બ ઝીંકવાની ફિરાકમાં?:પુતિન, જિનપિંગ અને ટ્રમ્પની ત્રિપુટીથી અંગ્રેજો ફફડ્યાં, લોકોને ઇમર્જન્સી માટે તૈયાર રહેવા સાવચેત કર્યા 2. 3 વર્ષથી સાબરમતી જેલમાં કેદ લોરેન્સના ભાઇનો ઇન્ટરવ્યૂ:'સલમાને માફીને ઇશ્યુ બનાવ્યો, હાઇ સિક્યોરિટી છતાં કઇ રીતે નેટવર્ક ચલાવે?'; USનો કેસ ભારત સામે ષડયંત્ર ગણાવ્યો 3. 2000 ફૂટ મોટો બરફનો ટુકડો 4000 ફૂટ નીચે પડ્યો:જેનાથી નેપાળમાં આવ્યું વિનાશક પૂર, ભયાનક જળપ્રલયની વાંચો ઈનસાઈડ સ્ટોરી 4. અમિત શાહ જેને કાનમાં કહેતા એ મોદી સામે કેમ પડ્યા:SPમાંથી સાઉથના 'હીરો' બનેલા 42 વર્ષના યુવાને બાથ ભીડી, 6 દમદાર વાતથી ગુજરાતને દેશની આંખે ચડાવ્યું 5. ‘…તો હું તમારા તહેવાર બગાડી નાખીશ’:વેપારીઓ સામે PI સાહેબે દમ માર્યો; ઈટાલિયાએ નવો ધંધો ચાલુ કર્યો, ઈસુદાન 10 દિવસ કંઈ બોલ્યા નહીં! 6. 'પાંદડાથી સુગર કંટ્રોલ, બે અઠવાડિયામાં ચશ્મા હટશે':AI ડોક્ટર બનીને સલાહ, ન ડિગ્રી ન ક્લિનિક; 9 મહિનામાં 13 લાખ લોકો કરે છે ફોલો 7. આજનું એક્સપ્લેનર:મનુસ્મૃતિમાં મહિલાઓ વિશે એ જ લખ્યું છે, જેવું રાહુલ ગાંધીએ જણાવ્યું, તો પછી વાંધો શું છે; પુસ્તક પર કેમ થાય છે આટલો હોબાળો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: રક્ષાબંધને મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિને આર્થિક ઉન્નતીના સંકેત, કુંભ રાશિની મુશ્કેલીઓ દૂર થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- બજારમાં અસ્થિર ચાલ:ગુરુવારે ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ અસ્થિરતા સાથે નકારાત્મક વલણ રહ્યુ
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:આઝાદ તો થયાં આપણે, સ્વતંત્ર નથી થયાં...

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment