Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન પૂર્વે જ બે બહેનોએ એકનો એક વહાલસોયો વીરો ગુમાવ્યો:શ્વાનથી બચવા બાળક દોડ્યો, પગ ખુલ્લા વીજવાયરને અડી જતાં મોત

    21 hours ago

    રાજકોટ નજીક આવેલા શાપર રાજન ગેટ પાસે રહી એક ફોર્જિંગ કંપનીમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા મૂળ બિહારના સુમનભાઈ રવાણીનો 8 વર્ષનો પુત્ર ઋતુરાજ ગઈકાલે સાંજે આશરે છ વાગ્યાના અરસામાં ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક એક કૂતરું તેની પાછળ ભસતાં ગભરાયેલો ઋતુરાજ દોડીને ભાગવા ગયો હતો. દોડતી વખતે નજીકમાં વરસાદી પાણી ભરેલા ખાબોચિયામાં પગ પડી ગયો હતો. આ ખાબોચિયામાં સબ સ્ટેશનમાંથી ખુલ્લો પડી ગયેલો જીવંત વીજવાયર પડેલો હતો, જેના કારણે સમગ્ર પાણીમાં કરંટ પ્રસર્યો હતો. બાળકનો પગ પડતાં જ તેને જોરદાર વીજકરંટ લાગ્યો હતો. બાળકે જીવ બચાવવા માટે ચીસ પાડતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા તાબડતોબ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇએમટી દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરતાં માસૂમ ઋતુરાજને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શાપર પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બે બહેનોના એકના એક ભાઈના આકસ્મિક મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    કાઠિયાવાડી સંસ્કૃતિની છાપ:1 પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં આશરે 1 મહિનો લાગે, રૂ.5000થી લઈને 11000 સુધીની કિંમત
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વિજાપુરમાં ગેજ પરિવર્તન સફળ છતાં ટ્રેન સેવા શરૂ કરાવાતી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment