Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વિજાપુરમાં ગેજ પરિવર્તન સફળ છતાં ટ્રેન સેવા શરૂ કરાવાતી નથી

    20 hours ago

    વિજાપુરથી આંબલિયાસણ અને વિજાપુરથી આદરજ મોટી વચ્ચે કુલ રૂ.833 કરોડ જેટલાના ખર્ચે ગેજ પરિવર્તનની કામગીરી આટોપી લેવાઈ હોવા છતાં, આજે 8 મહિના વીતી ગયા પણ હજુ સુધી સામાન્ય મુસાફરો માટે એક પણ ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ડિસેમ્બર-2025માં જ બંને રૂટ પર ગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા 120 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે ટ્રાયલ પણ સફળતાપૂર્વક લેવાઈ ગઈ હતી. આ તૈયાર ટ્રેક હજી સુધી મુસાફરોની સેવાની રાહ જોઈ રહ્યો છે. એક તરફ વિજાપુર સહિત આસપાસના વિસ્તારના મુસાફરો, દૈનિક અપડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સસ્તી અને સુરક્ષિત મુસાફરી માટે રેલવેની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ આ રૂટ પર નિયમિત ટ્રેન શરૂ કરવાને બદલે હાલમાં ઇલેક્ટ્રિફિકેશનના OAEનું નિરીક્ષણ કરવા માટે દરરોજ માત્ર એક રેલવે એન્જિન દોડાવવામાં આવી રહ્યું છે. 81.28 કિમીના બંને રૂટ પાછળ રૂ.833 કરોડનો ખર્ચ વિજાપુર-આંબલિયાસણ વચ્ચેના 41.53 કિમીના ગેજ પરિવર્તનનું કામ અંદાજે રૂ.415 કરોડના ખર્ચે પૂર્ણ થયું છે. જ્યારે વિજાપુર-આદરજ મોટી વચ્ચેના 39.75 કિમીના રૂટનું ગેજ પરિવર્તન અંદાજે રૂ.418 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. બંને રૂટના કુલ 81.28 કિમીના ગેજ પરિવર્તન પાછળ આશરે રૂ.833 કરોડનો ખર્ચ થયો છે.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધન પૂર્વે જ બે બહેનોએ એકનો એક વહાલસોયો વીરો ગુમાવ્યો:શ્વાનથી બચવા બાળક દોડ્યો, પગ ખુલ્લા વીજવાયરને અડી જતાં મોત
    Next Article
    🟠US - Iran war Live | અમેરિકાએ કર્યો હુમલો, ફરીથી યુદ્ધ શરૂ ! | Trump | Hormuz | Drone Attack | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment