Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાઠિયાવાડી સંસ્કૃતિની છાપ:1 પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં આશરે 1 મહિનો લાગે, રૂ.5000થી લઈને 11000 સુધીની કિંમત

    21 hours ago

    થાનગઢના તરણેતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે યોજાતો ભાતીગળ તરણેતરીયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે કાઠિયાવાળી સંસ્કૃતિને ઓળખ આપતા આ પહેરવેશની મેળામાં સારી એવી માંગ રહેશે તેવી વેપારીઓને આશા છે. એક પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં આશરે 1 મહિના જેટલો સમય લાગે છે. આ ખાસ પોશાકની કિંમત રૂ.5000થી લઈને 11000 સુધીની હોય છે. થાનગઢ નજીક યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતવર્ષની અને ખાસ કરીને કાઠિયાવાડની અમૂલ્ય સંસ્કૃતિને જીવંત રાખવા લોકો આતુર બન્યા છે. તરણેતરના મેળામાં વિવિધ જ્ઞાતિના લોકો પોતાનો ભાતીગળ અને પારંપરિક પહેરવેશ પહેરીને ઉમટી પડે છે. ત્યારે આ પહેરવેશ સંસ્કૃતિની ઓળખ દેશવિદેશ પહોંચાડવા સાથે અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. થાનગઢ, વઢવાણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થઈને આશરે 300થી વધુ કુશળ હાથ-ભરતકામ અને ડ્રેસ બનાવતા કારીગરો સક્રિય છે. મેળાની સીઝન દરમિયાન પરંપરાગત પોશાક, ભાતીગળ છત્રીઓ અને એક્સેસરીઝના વેચાણ થકી સ્થળ પર અને બજારમાં થઈને અંદાજે રૂ. 50 લાખથી 1 કરોડથી વધુનો કારોબાર થાય છે. તરણેતરના મેળામાં ખાસ કરીને માલધારી સમાજ અને કોળી સમાજના લોકો પોતાની આગવી ઓળખ સમાન પરંપરાગત પોશાક પહેરીને મેળામાં પ્રવેશ કરે છે. વેપારી અમિતભાઈ મકવાણાએ જણાવ્યું કે, તરણેતરના ભાતીગળ મેળા દરમિયાન અમારા ગ્રામીણ અને પરંપરાગત કપડાનું વેચાણ ખૂબ જ સારા પ્રમાણમાં થાય છે. મેળાના દિવસો ઉપરાંત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આ પોશાકની ભારે માંગ રહે છે. પુરુષો, મહિલાઓના પરંપરાગત પહેરવેશ પુરુષો - ભરતકામ અને કસબની છાપ ધરાવતું ઘેરદાર કેડીયું અને નીચે ભરેલો ચોરણો, કાઠિયાવાડી બાંધણી કે આભલા જડેલી પાઘડી, ભાતીગળ તરણેતરીયા મેળાની છત્રી. મહિલાઓ - હાથેથી ભરતકામ કરેલો ઘેરદાર ચણીયો અને આભલાવાળી ચોળી, આભલા, ચાંદલા અને સુંદર કસુમબલ છાપકામ ધરાવતી રેશમી કે બાંધણીની ઓઢણી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:એકસાથે 7 JCB ઉતારી ખાડી પહોળી કરવાનું શરૂ, 10 વર્ષમાં પહેલીવાર 17 દિવસમાં જ 19 હજાર ક્યુબિક મીટર માટી ઉલેચી
    Next Article
    રક્ષાબંધન પૂર્વે જ બે બહેનોએ એકનો એક વહાલસોયો વીરો ગુમાવ્યો:શ્વાનથી બચવા બાળક દોડ્યો, પગ ખુલ્લા વીજવાયરને અડી જતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment