Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:એકસાથે 7 JCB ઉતારી ખાડી પહોળી કરવાનું શરૂ, 10 વર્ષમાં પહેલીવાર 17 દિવસમાં જ 19 હજાર ક્યુબિક મીટર માટી ઉલેચી

    23 hours ago

    3 ખાડી પૂર અને લાખો લોકોના આંદોલન બાદ તંત્રએ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં સરકારને રિપોર્ટ રજૂ કરવાનો છે, જેથી સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન યુદ્ધના ધોરણે 7 જેસીબી ઉતારીને ખાડીઓ પહોળી કરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં છેલ્લા 17 દિવસમાં જ 19 હજાર ક્યુબિક મીટર માટી ઉલેચી કાઢી છે. હવે સોમવારે મળનારી ખાડીપૂર નિવારણ સમિતિની બેઠક નવી દિશા નક્કી કરવા નિર્ણાયક સાબિત થશે. પાલિકાના ડ્રેનેજ વિભાગ અને રાજ્યના સિંચાઇ વિભાગ દ્વારા અલથાણ સ્થિત કાંકરા ખાડીનો પટમાં જ એકસાથે 7 જેસીબી સહિતના મશીનો ખડકી દઈ દિવસ-રાત માટી ઉલેચવાની કામગીરી તેજ કરાઈ છે. પાલિકા સૂત્રોએ કહ્યું કે, કન્સલ્ટન્ટ એજન્સીઓ દ્વારા 73 લાખના ખર્ચે LiDAR અને હાઇડ્રૉલૉજી સર્વે પૂર્ણ થઇ ગયો છે, જેના ડેટાના આધારે ખાડી પૂર અટકાવવા મામલે કાયમી ઉકેલની દિશા આગામી સોમવારે મળનારી બેઠકમાં જ નક્કી કરાશે. અલથાણમાં કામગીરી પૂર જોશમાં, સચિન તરફ આગળ વધાશે સિંચાઈ વિભાગે કહ્યું હતું કે, હાલમાં માટી ઉલેચવાની કામગીરી અલથાણમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં સચિન તરફ કામગીરી આગળ વધારાશે. સરકારે લીધેલા કડક વલણથી સમિતિ પર દબાણ વધ્યું છે. ગાંધીનગર રિપોર્ટ મોકલવાનો હોવાથી ખાડીઓનો નેચરલ ડ્રેઇન ફ્લો વધારવા છેલ્લી ઘડીએ ભારે મશીનરીઓ ઉતારી દેવાઈ છે. એરિયા પ્રમાણે રીડિઝાઇન જરૂરી ‘ચોમાસા પૂરતી માટી ઉલેચવાથી કાયમી ઉકેલ નહીં આવે. LiDAR અને હાઇડ્રૉલૉજી સર્વેના આધારે ખાડીનું કેચમેન્ટ એરિયા વાઇઝ રીડિઝાઇનિંગ થવું જોઈએ. અપસ્ટ્રીમથી આવતા પાણીને નિયંત્રિત કરવા અને આઉટ ફ્લો પોઇન્ટ સુધી પાણી અડચણ વગર વહે તેવું સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જ એકમાત્ર કાયમી ઉકેલ છે.’ > ડો. પંકજ ગાંધી, અર્બન પ્લાનર, જળ સંસાધન નિષ્ણાત પાણીના વહેણ સામેના બોટલનેક અને ડ્રેનેજ ક્રોસિંગ પણ દૂર કરાશે સરકારને આ મુદ્દે રિપોર્ટ સોંપાશે
    Click here to Read More
    Previous Article
    જોખમી મકાન સામે‎કાર્યવાહીના આદેશ‎:જામનગરના વોર્ડ નં. 14માં કમિશનર નાયબ કમિશનર દ્વારા આકસ્મિક ચેકીંગ
    Next Article
    કાઠિયાવાડી સંસ્કૃતિની છાપ:1 પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં આશરે 1 મહિનો લાગે, રૂ.5000થી લઈને 11000 સુધીની કિંમત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment