Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું:કચ્છના નાના રણમાં 14 જૂન સુધી માણી શકાશે રણની સફર; હજારો વિદેશી યાયાવર પક્ષીઓનું રણમાં આગમન

    7 hours ago

    કચ્છના નાના રણમાં આવેલું પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડા વિસ્તારોમાં ફેલાયેલું આ અભયારણ્ય આગામી 14 જૂન સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે. સામાન્ય રીતે 15 ઓક્ટોબર બાદ ખોલવામાં આવતું આ અભયારણ્ય નાયબ વન સંરક્ષક ભરત પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે 9 ઓક્ટોબરથી જ ખુલ્લું મુકાયું છે. અહીં મુક્તપણે વિચરતા ઘુડખર, યાયાવર પક્ષીઓ અને જૈવવિવિધતા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. સંરક્ષણના પ્રયાસોથી ઘુડખરની વસતીમાં સરાહનીય વધારો વન વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી દુર્લભ ઘુડખરની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમની અનુસૂચિ 1 હેઠળ રક્ષિત ઘુડખરની વસતી ગણતરીમાં તેમની સંખ્યા વધીને 7,672 નોંધાઈ છે, જે વર્ષ 2020 ની 6,082 ની સરખામણીએ 26.14 ટકાનો વધારો દર્શાવે છે. ઘુડખર ઉપરાંત અહીં વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ જેવા પ્રાણીઓ પણ વસે છે. ગત વર્ષે 25,000 થી વધુ દેશી અને 1,000 થી વધુ વિદેશી પ્રવાસીઓએ આ રણની મુલાકાત લીધી હતી. યાયાવર પક્ષીઓનું આગમન અને સ્થાનિક રોજગારી વધશે શિયાળાની શરૂઆત થતાં જ હજારો કિલોમીટરથી આવતા વિદેશી જળપક્ષીઓ અને શિકારી પક્ષીઓ માટે આ રણ સુરક્ષિત આશ્રયસ્થાન બને છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે રણની પ્રાકૃતિક સુંદરતા ફોટોગ્રાફીના શોખીનો માટે આકર્ષક બને છે. પ્રકૃતિ આધારિત આ પ્રવાસનથી સ્થાનિક ગાઈડ અને પરિવહન સેવા આપતા લોકોને રોજગારી મળી રહે છે. આ સિવાય વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિરોનું આયોજન પણ કરાય છે, જેથી નવી પેઢીમાં પર્યાવરણ જાગૃતિ કેળવાય.
    Click here to Read More
    Previous Article
    નાગલપર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શખ્સો ઝડપાયા:₹14.35 લાખનો મુદ્દામાલ કબજે, સોના-ચાંદીના દાગીના, કાર-સ્કૂટર પણ મળ્યા
    Next Article
    बिजनौर में ATM से पैसा निकालने वाले हो जाए सावधान, जानिए किस तरह हो सकता है आपके साथ फ्रॉड

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment