Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલાકી:પાલનપુરમાં સ્કૂલ નજીક ભૂગર્ભ ગટર ઉભરાતાં છાત્રોને પરેશાની

    20 hours ago

    પાલનપુરના શિવનગરથી શક્તિનગર તરફ જતાં માર્ગે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નજીક ગટર ઉભરાઇ રહી છે. તેના ગંદા પાણી રોડ ઉપર વહેતા હોવાથી શાળાના બાળકો તેમજ રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પાલનપુરમાં શિવનગરથી શક્તિનગર તરફ જવા માટે તાજેતરમાં જ નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે. જ્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ગેટ નજીકથી શક્તિનગર જવાના જાહેર માર્ગ પર ભૂગર્ભ ગટરની ચેમ્બરો સફાઈના અભાવે વારંવાર ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણી લાંબા અંતર સુધી રસ્તા પર રેલાતા હોવાથી અહીંથી પસાર થતા સ્થાનિક રહીશો, રાહદારીઓ અને શાળાએ જતા માસૂમ બાળકો આ નરકાગારમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ, ગટર લાઇન નાખતી વખતે અંદર રહી ગયેલો જૂનો કોંક્રિટ અને પથ્થરોનો કાટમાળ પૂરેપૂરો સાફ કરવામાં આવ્યો નથી. જેના કારણે લાઇન વારંવાર બ્લોક થઈ જાય છે. પાલિકાની ભૂગર્ભ શાખા દ્વારા માત્ર જેટીંગ મશીન વડે પાણીનો નિકાલ કરીને સંતોષ માની લેવાય છે, પરંતુ અંદર જામી ગયેલો કચરો બહાર કાઢવામાં આવતો નથી.
    Click here to Read More
    Previous Article
    ધનિયાણા ચોકડી બાજુ જાનહાનિનો ભય:પ્રોટક્શન વગર જ રોડ વચ્ચે 15 ફૂટ ઉંડો ખાડો ખોદી દેવાયો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાલનપુર-છાપી હાઇવે પર ગેરેજો આગળ પાર્કિંગથી અકસ્માતોનું જોખમ, બે વર્ષમાં 14 લોકોનાં મોત થયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment