Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિ:શુલ્ક ભંડારાનો પ્રારંભ:રામદેવરા પગપાળા અને દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓ માટે પોસાલિયામાં ગુજરાતી વિસામો ખૂલ્લો મૂકાયો

    2 days ago

    મોડાસાના મોટીઇસરોલ રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા પોસાલિયામાં 24 મા ગુજરાતી રામદેવ પદયાત્રી નિઃશુલ્ક ભંડારાનો પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસીએ કરાવ્યો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સેવા એ જ સાચી ઈશ્વર ભક્તિ ગણાવી હતી. ગુજરાતમાંથી અને અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન પગપાળા અને દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવા અને મેડિકલ સેવા સહિતના ગુજરાતી ભંડારાનું પિંડવાડા-બ્યાવર ફોરલેન હાઈવે-63પર સર્વેશ્વર મિલ્ક ડેરી પરિસરમાં બુધવારે સાંજે શ્રી રામદેવ સેવા ટ્રસ્ટ, મોટી ઈસરોલ (ગુજરાત) અને રામદેવ સેવા સમિતિ પોસાલિયા દ્વારા આયોજિત 24મા રામદેવ પદયાત્રી નિઃશુલ્ક ભંડારાનો પ્રારંભ પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસી, પૂજ્ય હીરા દાદા બાવજી મોટી ઈસરોલ બાબા રામદેવ આશ્રમ ખંદરાના સંત રામનાથજી, કાલુરામજી મહારાજ તેમજ પાલડી એમ.ના દિલીપ મહારાજ, વરદ હસ્તે ભંડારાના સંચાલક પ્રભુદાસ પટેલ ભગુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતી સાથે ભંડારાની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસીએ જણાવ્યું હતું કે, પ્રાણીમાત્રની સેવા એ જ સાચી ઈશ્વરની ઉપાસના છે તેમણે ગુજરાતથી 300 કિલોમીટર દૂર રાજસ્થાન આવી સેવા કરનાર સંચાલક પ્રભુદાસ અને પૂજ્ય હીરા દાદાના સાનિધ્યમાં પદયાત્રીઓની ઉત્કૃષ્ટ સેવાને બિરદાવી હતી. વિશિષ્ટ અતિથિ જાલોર-સિરોહીના સાંસદ લુંબારામ ચૌધરીએ જણાવ્યું કે અન્નસેવા એ જ સર્વોપરી સેવા છે. જ્યાં અન્નદાન અને ભગવત કિર્તન થાય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ચા-નાસ્તો, શુદ્ધ ઘીની મીઠાઈ સાથેનું ભોજન, રાત્રિ રોકાણ તેમજ પ્રાથમિક સારવારની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    ઓળખ છુપાવવા ગઠિયાએ અન્ય વેપારીનું ખોટું નામ આપ્યું:ડિરેક્ટરીમાંથી નારોલના વેપારીનો નંબર મેળવી 6.16 લાખની ઠગાઈ
    Next Article
    માલપુર:નવા ગામમાં દવા છાંટતાં ખેડૂતને ઝેરી જાનવરે દંશ મારતાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment