Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓળખ છુપાવવા ગઠિયાએ અન્ય વેપારીનું ખોટું નામ આપ્યું:ડિરેક્ટરીમાંથી નારોલના વેપારીનો નંબર મેળવી 6.16 લાખની ઠગાઈ

    2 days ago

    ઓનલાઇન બિઝનેસ ડિરેક્ટરી મારફતે વેપારીઓનો સંપર્ક કરી છેતરપિંડી આચરતી ટોળકી સક્રિય થઈ છે. જસ્ટ ડાયલમાંથી નંબર મેળવી ખોટી ઓળખ આપી નારોલના વેપારી પાસેથી રૂ. 6.16 લાખની કિંમતના બે ડીપ ફ્રીઝર અને એક વર્ટિકલ કૂલર મંગાવી લીધા બાદ બોગસ ચેક આપી ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે નારોલ પોલીસે આરોપી વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મણિનગરની રામબાગ સોસાયટીમાં રહેતા અને નારોલમાં વ્યવસાય કરતા સુનીલકુમાર બ્રહ્મભટ્ટને ગત વર્ષે એક અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. તેણે પોતાની ઓળખ મનીષ પટેલ તરીકે આપીને પ્રોડક્ટ્સના બ્રોશર મંગાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ રૂ.6.16 લાખના 2 નંગ ડીપ ફ્રીઝર અને 1 નંગ વર્ટિકલ કૂલરનો ઓર્ડર આપ્યો હતો અને પેમેન્ટ ચેક મારફતે કરવાની વાત કરી હતી. જે માલની ડિલિવરી માટે નારણપુરા પ્રગતિનગર હાઉસિંગ, વરદાન ટાવર સામે પહોંચેલા ટેમ્પોમાંથી માલ સીધો જ આરોપીએ પોતાની અન્ય ટ્રકમાં શિફ્ટ કરાવી લીધો હતો. પેમેન્ટ પેટે આરોપીએ બેંકમાં ચેક જમા કરાવ્યાની સ્લિપ પણ વોટ્સએપ પર મોકલી હતી. જે બાદ થોડા દિવસો પછી જ્યારે વેપારીએ ચેક વટાવવા બેંકમાં નાખ્યો ત્યારે ચેક બાઉન્સ થયા હતા. જેથી આ બાબતે તેમણે મનીષ પટેલને વાત કરી તો તેણે થોડા દિવસમાં પૈસા આપવાની બાહેધરી આપી હતી. ઉઘરાણી દરમિયાન ગઠિયો બહાના કાઢતો રહ્યો હતો. અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં સુનીલકુમારે હેતલ ભટ્ટી નામના શખ્સ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ખાડાંમાં પાણી ભરાઈ રહેતા અકસ્માતનો ભય:રામોલ ટોલ બૂથ પાસે જ ગટરના પાણી ફરી વળ્યાં, લોકો ગંદકીમાંથી પસાર થવા મજબૂર
    Next Article
    નિ:શુલ્ક ભંડારાનો પ્રારંભ:રામદેવરા પગપાળા અને દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓ માટે પોસાલિયામાં ગુજરાતી વિસામો ખૂલ્લો મૂકાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment