Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માલપુર:નવા ગામમાં દવા છાંટતાં ખેડૂતને ઝેરી જાનવરે દંશ મારતાં મોત

    2 days ago

    માલપુરના નવાગામમાં ચોમાસુ પાકની વાવણી કરેલ ખેતરમાં દવાનો છંટકાવ કરી રહેલા ખેડૂતને ઝેરી જનાવરે અચાનક દંશ મારતાં ખેડૂતને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક દવાખાને તેમજ વધુ સારવાર અર્થે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસોમાં ખેડૂતનું મોત થતાં આંજણા ચૌધરી સમાજમાં શોકનો માતમ છવાઈ ગયો હતો. નવા ગામમાં રહેતા પટેલ મુકેશભાઈ ધુળાભાઈ (55) પોતાના ખેતરમાં વાવેલ મગફળીના પાકમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા. તે દરમિયાન ખેતરમાં આવેલા પાકમાં છૂપાઈ રહેલા ઝેરી જનાવરે તેમને અચાનક દંશ માર્યો હતો. દંશ મારતાં જ તે અર્ધ બેભાન હાલતમાં થઈ જતાં આસપાસથી અન્ય ખેડૂતો અને પરિજનો દોડી આવ્યા હતા. ખેડૂતની તબિયત લથડતાં પરિજનો તેમને તાત્કાલિક માલપુરના સરકારી દવાખાને તેમજ વધુ સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે સારવાર દરમિયાન તેમની તબિયત વધુ લથડતાં તેમનું અવસાન થયું હતું ઝેરી જાનવર ના દંશથી ખેડૂતોનું મોત થતાં પરિજનોએ માલપુર પોલીસને પણ જાણ કરી હતી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર ટાણે પટેલ મુકેશભાઈનું અવસાન થતાં તેમની બે દીકરીઓ અને એક દીકરાના માથેથી પિતાની છત્રછાયા છીનવાતા પરિવારે ભારે આક્રંદ કરતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    નિ:શુલ્ક ભંડારાનો પ્રારંભ:રામદેવરા પગપાળા અને દર્શનાર્થે જતાં શ્રદ્ધાળુઓ માટે પોસાલિયામાં ગુજરાતી વિસામો ખૂલ્લો મૂકાયો
    Next Article
    છેતરપિંડી:મોડાસામાં સ્પોર્ટસમાં નોકરીની લાલચ આપી દંપતીએ રૂ. 88 લાખ ખંખેર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment