Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડાંમાં પાણી ભરાઈ રહેતા અકસ્માતનો ભય:રામોલ ટોલ બૂથ પાસે જ ગટરના પાણી ફરી વળ્યાં, લોકો ગંદકીમાંથી પસાર થવા મજબૂર

    2 days ago

    શહેરમાં એક તરફ વિકાસ અને આધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો થઈ રહી છે, ત્યારે રામોલ ટોલ બૂથ પાસેના સર્વિસ રોડની હાલત સ્થાનિકો માટે રોજની પરેશાની બની છે. બિસ્માર રોડ પર ડ્રેનેજનું ગંદું પાણી ભરાઈ રહેતાં સ્થાનિક રહિશો અને વાહનચાલકોને ગંદકી અને દુર્ગંધ વચ્ચે પસાર થવાની નોબત આવી છે. વરસાદ બાદ સ્થિતિ વધુ વિકટ બનતાં સર્વિસ રોડ જાણે કાદવ અને ગટરના પાણીનો ખાડો બની ગયો હોય તેવું દ્રશ્ય સર્જાય છે. રામોલ ટોલ બૂથ પાસે આવેલા સર્વિસ રોડ પર ડ્રેનેજ સમસ્યાને કારણે ગટરના પાણી ઉભરાઈને રોડ પર ફરીવળ્યા છે. પાણીના સતત ભરાવાને કારણે રોડની હાલત પણ બિસ્માર બની છે. રસ્તા પર પડેલા ખાડા પાણીમાં ઢંકાઈ જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોને કાદવ અને ગંદા પાણીમાંથી વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ, ડ્રેનેજની સમસ્યાનો યોગ્ય ઉકેલ ન આવતા વારંવાર ગંદું પાણી રોડ પર આવી જાય છે. આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાવા સાથે ભારે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. બીજી તરફ મચ્છરોના ઉપદ્રવના કારણે રોગચાળો ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે. રોજિંદા કામકાજ માટે આ માર્ગનો ઉપયોગ કરતા લોકો માટે આ સ્થિતિ અસહ્ય બની રહી છે. સ્થાનિકોએ તંત્ર દ્વારા ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે અને બિસ્માર સર્વિસ રોડની તાત્કાલિક મરામત કરવામાં આવે તેવી માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    CCTV પછી મ્યુનિ.નો વધુ એક ફતવો:ગ્રાહક ચકાસણી કરી શકે તે માટે મીઠાઈ-ફરસાણના વેપારીઓને ટેસ્ટિંગ કિટ રાખવા આદેશ
    Next Article
    ઓળખ છુપાવવા ગઠિયાએ અન્ય વેપારીનું ખોટું નામ આપ્યું:ડિરેક્ટરીમાંથી નારોલના વેપારીનો નંબર મેળવી 6.16 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment