Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CCTV પછી મ્યુનિ.નો વધુ એક ફતવો:ગ્રાહક ચકાસણી કરી શકે તે માટે મીઠાઈ-ફરસાણના વેપારીઓને ટેસ્ટિંગ કિટ રાખવા આદેશ

    2 days ago

    લોકો ખાદ્યપદાર્થમાં ભેળસેળ છે કે નહીં તે જાણી શકે તે માટે મ્યુનિ.એ મીઠાઈ અને ફરસાણના વેપારીઓને દુકાન પર રેપિડ ટેસ્ટ કિટ રાખવા આદેશ કર્યો છે. જેથી ગ્રાહક ઈચ્છે છે ત્યારે તે ફૂડની તપાસ કરી શકે. પ્રાથમિક તપાસ એટલે કે માવાની, ફૂડમાં કલર છે કે નહીં તેની, તેલની ટીપીસી કે પછી ચાંદીના વરખની તપાસ પણ કરી શકશે. થોડા સમય પહેલા મ્યુનિ. ફૂડ વિભાગે 1100થી વધુ રેસ્ટોરાં-હોટેલના સંચાલકોને રસોડામાં સીસીટીવી લગાવવા આદેશ આપ્યો હતો. ગ્રાહકો તેમના રસોડામાં જઇને તેની સ્વચ્છતાં ચકાસી શકે તેવી સુવિધા ઉભી કરવા સૂચના આપી છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ આ રીતે ઓળખ ચાંદીનો વરખ : એસિડ ટેસ્ટથી ઓળખો અસલી કે ધાતુનું કલર : હાઈડ્રોક્લોરિક એસિડ કેમિકલ પરમિટેડ છે કે નોન-પરમિટેડ માવો : આયોડિનના ટીંપાંથી જાણો શુદ્ધ માવો છે કે સ્ટાર્ચની ભેળસેળ કેસર : પાણીમાં તાંતણા નાખી ચકાસો કુદરતી રંગ ટેસ્ટિંગ કિટમાં આ 8 વસ્તુઓ રાખવી પડશે નાઇટ્રિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ આયોડિન સોલ્યુશન ખાંડના દાણા (ફરફર સોલ્યુશન) પેટ્રી ડીસ સ્ટોપર સાથે ટેસ્ટ ટ્યુબ ગ્લાસ રોડ ટીસ્યુ પેપર રોલ ભેળસેળ જણાય તો 155303 પર ફરિયાદ કરો લોકોને તપાસમાં ખાદ્યપદાર્થમાં કોઇ ખામી જણાય તો મ્યુનિ.ની હેલ્પ લાઇન નં. 155303 પર ફરિયાદ કરવાની રહેશે. - કમલેશ પટેલ, સ્ટેન્ગિં કમિટી ચેરમેન
    Click here to Read More
    Previous Article
    ફેલ ગયેલા શોપિંગ ફેસ્ટિવલ માટેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી:પ્રજાના ટેક્સના નાણાંથી મ્યુનિ. વધુ એક વખત શોપિંગ ફેસ્ટિવલનો તાયફો કરશે
    Next Article
    ખાડાંમાં પાણી ભરાઈ રહેતા અકસ્માતનો ભય:રામોલ ટોલ બૂથ પાસે જ ગટરના પાણી ફરી વળ્યાં, લોકો ગંદકીમાંથી પસાર થવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment