Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી કરવા શ્રદ્ધાળુઓની પ્રબળ માગ‎:ઝરી ગામે સીતામાતા અને હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા શ્રદ્ધાળુઓમાં આક્રોશ

    1 day ago

    ડાંગ જિલ્લાના સુબીર તાલુકા હેઠળ આવેલા ઝરી ગામના પવિત્ર ‘સીતા વન’ જંગલ વિસ્તારમાં વર્ષોથી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક ગણાતા આ પવિત્ર સ્થળે સ્થાપિત માતા સીતા અને હનુમાનજીની મૂર્તિઓને કોઈ અજાણ્યા તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતાં સમગ્ર વિસ્તારના શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. સ્થાનિક પૌરાણિક માન્યતાઓ મુજબ, વનવાસ કાળ દરમિયાન ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજીએ આ સ્થળે રોકાણ કર્યું હતું. આ ધાર્મિક મહત્ત્વને કારણે દરરોજ અનેક શ્રદ્ધાળુઓ દૂર-દૂરથી દર્શન તથા પૂજા-અર્ચના અર્થે અહીં આવે છે. આવી પવિત્ર જગ્યાએ મૂર્તિઓને નુકસાન પહોંચાડવાની ઘટનાથી સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે કડક તપાસ હાથ ધરવામાં આવે. આ કૃત્ય કરનાર અજાણ્યા ગુનેગારોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવે.ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સીતા વન જેવા પવિત્ર સ્થળે સુરક્ષા અને સતત દેખરેખની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન સ્થળે બનેલા આ બનાવને પગલે તંત્ર દ્વારા તાકીદે તપાસ શરૂ કરી જવાબદારોને ઝડપી પાડવામાં આવે તેવી શ્રદ્ધાળુઓની પ્રબળ માંગ છે. હાલમાં શ્રાવણ માસનો પવિત્ર પર્વ હોય ધાર્મિક મૂર્તિ ખંડીત કરવાને પગલે કૃત્ય કરનાર પર કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સેંકડો ખેડૂતોના આર્થિક પ્રશ્નનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદન પાઠવાયું:વ્યારા સુગરમાં પિલાણ વર્ષ 2025-26ના નાણાં 4 મહિનાથી અટકતાં ખેડૂતો મુશ્કેલીમાં
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કંડલા પોર્ટના 1501 કરોડના હિસાબમાં છીંડા ₹298 કરોડની રોયલ્ટીનું ઓડિટ નથી: કેગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment