Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેંકડો ખેડૂતોના આર્થિક પ્રશ્નનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદન પાઠવાયું:વ્યારા સુગરમાં પિલાણ વર્ષ 2025-26ના નાણાં 4 મહિનાથી અટકતાં ખેડૂતો મુશ્કેલીમાં

    1 day ago

    ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ (વ્યારા સુગર) દ્વારા શેરડી પિલાણ વર્ષ 2025-26ના બાકી નાણાંની ચૂકવણી છેલ્લા ચાર મહિનાથી ન કરાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દાને ભારતીય કિસાન સંઘદ્વારા ઉઠાવવામાં આવ્યો છે. અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાકીદે બાકી રકમ ચૂકવવા ઉગ્ર માંગ કરી છે. કિસાન સંઘના જિલ્લા પ્રમુખ પુરુષોત્તમભાઈ પટેલ અને મહામંત્રી અનસુયાબેન ગામીતે રજૂઆતમાં જણાવ્યું કે, સુગરના સંચાલકો દ્વારા ગામેગામ મીટિંગો યોજી સમયસર નાણાં ચૂકવવાની ખાતરી આપી શેરડીનું વાવેતર કરાવ્યું હતું. જોકે, શેરડી સપ્લાય કર્યાને ચાર મહિના વીતવા છતાં પેમેન્ટ ચૂકવવાને બદલે માત્ર વાયદા કરાઈ રહ્યા છે. સમયસર નાણાં ન મળતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે. 60 ટકા પેમેન્ટ ચુકવી દેવાયું છે, બાકીનું‎પણ ટુંક સમયમાં જ રિલિઝ કરી દેવાશે‎ જેથી તંત્ર દરમિયાનગીરી કરે અને વ્યારા સુગરના વહીવટદારો સાથે સંકલન સાધી ખેડૂતોનું બાકી પડતું પેમેન્ટ સત્વરે મળે એવી વ્યવસ્થા કરવાની માગ કરી છે. વ્યારાના સુગર દ્વારા ખેડૂતોને ચૂકવવાના શેરડી પિલાણ વર્ષ 2025-26ના બાકી નાણાંના પેમેન્ટ બાબતે કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ પેમેન્ટની આશરે 60% જેટલી રકમ ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલી રકમનું પેમેન્ટ ચૂકવવા માટે જરૂરી તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ રજાઓના કારણે પેમેન્ટ પ્રક્રિયામાં થોડું વિલંબ થયું છે. પેમેન્ટની સગવડતા થતાં જ બાકી રકમ તાત્કાલિક બોલાવીને ચૂકવવામાં આવશે. પેમેન્ટ મુદ્દે શેરડી આપનારા ખેડૂતો નિશ્ચિંત રહે. રવીન્દ્રસિંહ ચૌહાણ, એમ.ડી., વ્યારા સુગર
    Click here to Read More
    Previous Article
    નેપાળની હોનારતની અસર ઉ.ગુ. ટૂરિઝમ પર પડશે‎:દિવાળી વેકેશનની 1,500થી વધારે પ્રવાસીઓની નેપાળની ટૂર પર સંકટ
    Next Article
    કાર્યવાહી કરવા શ્રદ્ધાળુઓની પ્રબળ માગ‎:ઝરી ગામે સીતામાતા અને હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા શ્રદ્ધાળુઓમાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment