Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળની હોનારતની અસર ઉ.ગુ. ટૂરિઝમ પર પડશે‎:દિવાળી વેકેશનની 1,500થી વધારે પ્રવાસીઓની નેપાળની ટૂર પર સંકટ

    1 day ago

    નેપાળમાં સર્જાયેલી ગંભીર સ્થિતિની અસર હવે ઉત્તર ગુજરાતના પ્રવાસન આયોજન પર પણ પડવાની શક્યતા છે. હાલ નેપાળના પ્રવાસે ઉત્તર ગુજરાતનું એક પણ ગ્રૂપ ગયું નથી, પરંતુ દર વર્ષે ઉત્તર ગુજરાતમાંથી બે વખત મોટી સંખ્યામાં પ્રવાસીઓ નેપાળની ગૃપ ટૂર કરે છે. દિવાળી વેકેશન અને ઉનાળું વેકેશન દરમિયાન યોજાતી આ ટૂરમાં વર્ષભરમાં 50થી વધુ લક્ઝરી બસોમાં 3 હજારથી વધુ પ્રવાસીઓ નેપાળ પહોંચતા હોય છે. ઉત્તર ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ પટેલના જણાવ્યા મુજબ, દિવાળી વેકેશન દરમિયાન જ અંદાજે 1,500થી વધુ પ્રવાસીઓ નેપાળની ગૂ્રપ ટૂર પર જતા હોય છે. આ ટૂરનું બુકિંગ સામાન્ય રીતે નવરાત્રીથી શરૂ થઈ જાય છે, પરંતુ નેપાળમાં સર્જાયેલી હાલની સ્થિતિને કારણે આ વખતે પ્રવાસ આયોજન પર અનિશ્ચિતતા છવાઈ છે. હાલની હોનારતને કારણે નેપાળમાં રસ્તા, હોટલ અને અન્ય પ્રવાસન માળખાને ભારે નુકસાન થયું હોવાનું સ્થાનિક ટૂર ઓપરેટરો જણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રવાસીઓની સુરક્ષા અને ટૂરની વ્યવહારિકતા બંને સામે સવાલ ઊભા થયા છે. પરિણામે દિવાળી વેકેશનમાં યોજાનારી ઉત્તર ગુજરાતની નેપાળ ટૂર રદ રહેવાની પ્રબળ શક્યતા છે. ઉત્તર ગુજરાતમાંથી સામાન્ય રીતે દિવાળી અને ઉનાળું વેકેશન એમ વર્ષમાં બે વખત નેપાળની ગૃપ ટૂર યોજાય છે. બંને વેકેશન દરમિયાન 50થી વધુ લક્ઝરી બસો મારફતે 3 હજારથી વધુ પ્રવાસીઓ નેપાળની મુલાકાત લે છે. જોકે, આ વખતે દિવાળી ટૂર પહેલાં જ નેપાળની સ્થિતિ સુધરે નહીં તો મોટી સંખ્યામાં પ્રવાસીઓનું આયોજન અટકી શકે છે. નવરાત્રીથી બુકિંગ શરૂ થવાનું છે, પરંતુ હાલ બુકિંગ કરતાં પહેલાં નેપાળની સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. નેપાળ માટે હેલ્પલાઇન નંબરો જાહેર નેપાળમાં પ્રવાસે ગયેલા ગુજરાતીઓ અથવા તેમના પરિવારજનોને જરૂરી માહિતી મળી રહે તે માટે તંત્ર દ્વારા સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. નેપાળમાં સીધો સંપર્ક કરવા માટે +977 985 131 6807 અને +977 970 910 7500 પર વિગતો મેળવી શકાશે. જ્યારે મહેસાણા જિલ્લા કંટ્રોલ રૂમના 02762-222220 અને 02762-222299 નંબરો પર પણ સંપર્ક કરી શકાશે. આપત્તિના સમયે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 1077 પર માહિતી આપી શકાશે. આ તમામ માહિતીનું સંકલન જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), મહેસાણા દ્વારા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર દેખાયા
    Next Article
    સેંકડો ખેડૂતોના આર્થિક પ્રશ્નનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદન પાઠવાયું:વ્યારા સુગરમાં પિલાણ વર્ષ 2025-26ના નાણાં 4 મહિનાથી અટકતાં ખેડૂતો મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment