Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કંડલા પોર્ટના 1501 કરોડના હિસાબમાં છીંડા ₹298 કરોડની રોયલ્ટીનું ઓડિટ નથી: કેગ

    1 day ago

    કચ્છના દીનદયાળ પોર્ટ- કંડલા બંદરના નાણાકીય વહીવટમાં ચાલતી ગંભીર ક્ષતિનો ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (કેગ)ના રિપોર્ટમાં પર્દાફાશ થયો છે. તાજેતરમાં જાહેર થયેલા કેગ રિપોર્ટ મુજબ, કંડલા બંદરના વર્ષ 2022-23ના 1501 કરોડ રૂપિયાના હિસાબમાં ગોટાળા છે. પોર્ટ ઓથોરિટી મેનેજમેન્ટ દ્વારા આ રકમનો વર્ષવાર હિસાબ, સામાનને બદલે કંપનીવાર ચૂકવાયેલી રકમનો વિસ્તૃત હિસાબ અપાયો નથી. આ કારણથી કેગ આ હિસાબોની પુષ્ટિ કરી શક્યું નથી. આ ઉપરાંત નાયરા- 88.94 કરોડ, અદાણી કંડલા બલ્ક ટર્મિનલ-64.71 કરોડ, કન્ટેનર ટર્મિનલ કંડલા- 27.53 કરોડ, બર્જ જેટી-ઇફ્કો કિસાન- 2.84 કરોડ સહિત કુલ 184.03 કરોડની રોયલ્ટીથી થયેલી આવકના સ્પેશિયલ ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. પોર્ટે 2022-23માં થયેલી આ આવકની ચકાસણી માટે સ્પેશિયલ ઓડિટ કરવાનું કામ મેસર્સ અશોક છાજેડ એન્ડ એસોસિએટને સોંપ્યું હતુ, છતાં ફાઇનલ ઓડિટ હજુ સુધી જમા કરવામાં આવ્યો નથી. 2023-24માં પણ 113.82 કરોડ એમ કુલ 298 કરોડની રોયલ્ટીનું ઓડિટ નથી થયું. પોર્ટ ઓથોરિટીએ ભંગારમાં નીકાળેલી 28 મિલકતો ચોપડે ‘જીવંત’ બતાવી છે. 2023-24માં પણ 113 કરોડ રૂપિયાની રોયલ્ટીમાં ગોટાળા રિપોર્ટ મુજબ, 2023-24 માટે કંડલા પોર્ટના ‘કાર્ગો હેન્ડલિંગ અને સ્ટોરેજ ચાર્જિસ’ (રોયલ્ટી આવક) પેટે 220.41 કરોડ દર્શાવ્યા હતા. આ રકમમાંથી ખાનગી કંપની પાસેથી આવેલી 113.82 કરોડની આવક પણ સામેલ છે. નિયમ મુજબ, તેની ચકાસણી માટે ફરજિયાત ‘સ્પેશિયલ ઓડિટ’ કરાવવું પડે છે. પરંતુ 3 કંપનીનું સ્પેશિયલ ઓડિટ કરાવાયું જ નથી. તેથી રકમ સાચી છે કે ખોટી તે ચકાસી શકાયું નથી. 2016-17થી કેગ દ્વારા સતત આ ભૂલો કાઢવામાં આવતી હોવા છતાં હજુ સુધી હિસાબ નથી અપાયો. 1501 કરોડમાં શું સામેલ છે? (કેગ દ્વારા આ રકમનો વર્ષવાર, કંપની/એકમ/ પાર્ટીવાર હિસાબ માગવામાં આવ્યો પરંતુ તે જમા થયો નથી) રિઝર્વ ફંડનું ખોટું વર્ગીકરણ દર્શાવ્યું કોઈપણ સરકારી કે મોટી સંસ્થાએ ભવિષ્યના વિકાસ કે જોખમો માટે અમુક રકમ કાયદાકીય રીતે અલગ રાખવી પડે છે. 2023-24 માં કંડલા પોર્ટ પાસે કુલ 4799.43 કરોડનું રોકાણ હતું. નિયમ મુજબ આમાંથી 238.45 કરોડ ‘કાયદાકીય અનામત’માં બતાવવાના હતા. પરંતુ પોર્ટે માત્ર 38.15 કરોડ જ શોર્ટ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તરીકે દર્શાવ્યા. બાકીના 200 કરોડના રોકાણોને કાયદાકીય અનામતની જગ્યાએ સામાન્ય અનામતમાં જ ભેળવી દીધા હતા. હિસાબમાં નકામી મિલકતો સામેલ પોર્ટ દ્વારા 2022-23માં 2424 કરોડની ચોખ્ખી અસ્કયામતો દર્શાવાઈ હતી. પરંતુ ઓડિટમાં ખુલ્યું કે આમાં 11.21 કરોડની એવી 28 મિલકતોનો પણ સમાવેશ કરી દેવાયો હતો, જેને એક વર્ષ પહેલાં (2021-22માં) જ તોડી પાડીને ભંગાર/ડિસમેન્ટલ કરી દેવાઈ હતી. આમ છતાં, આ નકામી મિલકતો ચોપડે ચાલુ રાખીને તેના પર 1.07 કરોડનો ઘસારો ગણી લેવાયો હતો. મુદ્દાઓનું નિરાકરણ લાવી રિપોર્ટ ફાઇલ કરી દીધો છે : ડીપીએ કંડલા પોર્ટના જણાવ્યા અનુસાર, તમામ નિયમોનું પાલન પહેલેથી પૂર્ણ થયું છે. ઓડિટમાં દર્શાવેલી બાબતો રૂટિન ક્ષતિઓ હતી. જે મુદ્દાઓનું નિરાકરણ લાવીને ફાઇનલ રિપોર્ટ ફાઇલ કરી દેવાયો છે. વિભાગનું કહેવું છે કે આ સામાન્ય પ્રક્રિયાનો હિસ્સો હોવાથી તેને મોટો મુદ્દો ગણવો જોઈએ નહીં.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી કરવા શ્રદ્ધાળુઓની પ્રબળ માગ‎:ઝરી ગામે સીતામાતા અને હનુમાનજીની મૂર્તિ ખંડિત કરાતા શ્રદ્ધાળુઓમાં આક્રોશ
    Next Article
    ભાસ્કર વિશેષ‎:5 વર્ષમાં 45 બહેને 4 બહેન અને 41 ભાઈને જ્યારે 27 ભાઈએ 6 બહેન અને 21 ભાઈને કિડનીનું દાન કરી નવજીવન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment