Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:5 વર્ષમાં 45 બહેને 4 બહેન અને 41 ભાઈને જ્યારે 27 ભાઈએ 6 બહેન અને 21 ભાઈને કિડનીનું દાન કરી નવજીવન આપ્યું

    1 day ago

    રક્ષાબંધન એટલે બહેનની રક્ષા કરવાનો ભાઈનો સંકલ્પ. પરંતુ અમદાવાદના સિવિલ કેમ્પસમાં આવેલી કિડની હૉસ્પિટલના આંકડા ભાઈ-બહેનના આ પવિત્ર બંધનની પ્રેરણા આપતા કિસ્સા નોંધાયા છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં સામાન્ય રીતે મહિલાઓ પુરુષોને કિડની દાન કરતી હોવાના કિસ્સા વધુ જોવા મળે છે. ત્યારે કિડની હૉસ્પિટલમાં 27 ભાઈઓએ પોતાના ભાઈ કે બહેનને કિડની દાન કરી છે, જેમાંથી 6 ભાઈઓએ પોતાની બહેનને કિડની આપીને રક્ષાબંધનનું વચન નીભાવીને નવજીવન આપ્યું છે. એટલે રક્ષાબંધનની રાખડી માત્ર હાથ પર બંધાતી નથી, ક્યારેક ભાઈ પોતાની બહેનને જીવનની સૌથી અમૂલ્ય ભેટ સ્વરૂપે કિડની આપીને પણ તેની રક્ષા કરી શકે છે. • કિસ્સો 1 - મૂળ અમદાવાદના પણ સુરતમાં પરણેલાં પાયલબેન જૈન જણાવે છે કે 2023માં મારી કિડની ફેઇલ થતાં 2 વર્ષ દવા કરાવી હતી પરંતુ ફેર ન પડતાં 1 વર્ષ ડાયાલીસીસ કરાવ્યા પછી કિડની હૉસ્પિટલમાં કેડેવરીક ટ્રાન્સપ્લાન્ટ માટે નામ નોંધાવ્યું હતું. લાઇવ ડોનર તરીકે પતિની કિડની મેચ થઈ નહોતી પણ ભાઇની મેચ થતાં 11 એપ્રિલે ભાઇની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. • કિસ્સો 2 - પોરબંદરના રાણાવાવમાં રહેતાં 27 વર્ષીય કિશનભાઇના જણાવ્યાં મુજબ, મારી કિડની ફેઇલ થતાં મારી માતાએ કિડની આપવાનું નક્કી કર્યું, પણ બ્લડગ્રુપ મેચ ન થયું, જેથી મારી 25 વર્ષીય અપરણીત બહેન શીતલે કિડની આપતાં 18 માર્ચ 2026ના રોજ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટથી મને ડાયાલીસીસથી મુક્તિ મળવાની સાથે નવજીવન મળ્યું છે • કિસ્સો 3 - મધ્ય પ્રદેશના જબલપુરમાં રહેતાં મનોરમા દુબેના જણાવ્યા મુજબ, કિડની ફઇલ થઈ જવાને કારણે વારંવાર પાણી ભરાઇ જવું અને અઠવાડિયામાં 3 વાર ડાયાલીસીસ કરાવવું પડતું હતું, જેથી તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ જ એક વિકલ્પ હતો. ત્યારે મારા નાના ભાઇ સુશીલકુમાર દુબેએ પોતાની કિડનીનું દાન કરીને મને જીવનરૂપી ભેટ આપી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:કંડલા પોર્ટના 1501 કરોડના હિસાબમાં છીંડા ₹298 કરોડની રોયલ્ટીનું ઓડિટ નથી: કેગ
    Next Article
    પડતર માગ મામલે ફરી બાયો ચઢાવી:વાજબી ભાવના દુકાનદારો 1 સપ્ટેમ્બરથી હડતાળ પાડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment