Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પડતર માગ મામલે ફરી બાયો ચઢાવી:વાજબી ભાવના દુકાનદારો 1 સપ્ટેમ્બરથી હડતાળ પાડશે

    2 days ago

    અમદાવાદ સહિત રાજ્યની વાજબી ભાવની દુકાનમાંથી એક સેપ્ટેમ્બરથી અનાજનો જથ્થો નહિ મળે. વાજબી ભાવની દુકાનના સંચાલકોની માગણી ન સંતોષાતા તેઓ દ્વારા આકરા પગલા ભરવાની ચિમકી આપવામાં આવી છે. તહેવારના સમયગાળા દરમિયાન અનાજનો જથ્થો આપવાનું બંધ કરી દેવાયા બાદ શહેરના 10થી 11 લાખ લોકોને અનાજનો જથ્થો મળી શકશે નહિ. શહેરમાં અંદાજિત 850 વાજબી ભાવની દુકાનો છે અને તેઓને લગતી સમસ્યાઓ અંગે પુરવઠા વિભાગ દ્વારા ધ્યાન ન અપાતા આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુરવઠા વિભાગ દ્વારા નક્કી કરેલા નિયમો મુજબ સમયસર અનાજનો જથ્થો ન મોકલાતા લોકો સાથે ઘર્ષણ કરવાનો વારો આવતો હોય છે, જેથી લોકોનો આક્ષેપ છે કે રેશનિંગ દુકાનદારોએ અનાજનો જથ્થો લઇને બારોબાર વેચી માર્યો છે. બે-ત્રણ મહિના પહેલા પડતર માગણીઓને લઇને આંદોલન કરાયું હતું. ત્યારે સરકારના પ્રતિનિધિઓએ આશ્વાસન આપીને મુદ્દાને થાળે પાડ્યો હતો. પરંતુ આશ્વાસનનો સમયગાળો વીતિ જતા ફરી આંદોલનનો શરૂ કરાશે. પડતર માગણી ન સંતોષાતા આકરા પગલા ભરવા પડશે રાજ્યના ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસિનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, 25 ઓગસ્ટે ચલણ ભરવાની અંતિમ તારીખ હોવા છતાં એકપણ રેશન દુકાનદારે ચલણ ભર્યા નથી. આ ઉપરાંત સેપ્ટેમ્બર માસનો જથ્થો પણ રેશનિંગ દુકાનદારો મગાવશે નહિ. સમયસર રેશનનો જથ્થો પહોંચાડવામાં આવતો નથી જેથી લોકો સાથે ઘર્ષણ થાય છે. પડતર માગણીઓને ધ્યાનમાં રાખીને એક સેપ્ટેમ્બરથી રેશન સંચાલકો દ્વારા હડતાળ પાડવામા આવશે જેથી સરકાર દ્વારા સમયસર પગલા લેવામાં આવે તો કટોકટીની સ્થિતિમાંથી બચી શકાય.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:5 વર્ષમાં 45 બહેને 4 બહેન અને 41 ભાઈને જ્યારે 27 ભાઈએ 6 બહેન અને 21 ભાઈને કિડનીનું દાન કરી નવજીવન આપ્યું
    Next Article
    આજે ભદ્રાદોષ નથી:બહેનો સવારના 7.55થી રાતના 11.19 સુધી ભાઈને રાખડી બાંધી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment