Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં હિટ એન્ડ રનના ભયાનક CCTV:બાઈક ચાલકનું મોત, કારની ટક્કરે યુવાનો હવામાં ઊછળ્યા; કાર ચાલક પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો

    11 hours ago

    અમદાવાદમાં પ્રતિદિન અકસ્માતની ઘટના વધી રહી છે, જેમાં મોડીરાત્રે અને વહેલી સવારે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. શહેરના વ્યાસવાડી ચાર રસ્તા પાસે 28 જૂનની મોડીરાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. રોડ ક્રોસ કરતા સમયે એક સફેદ કલરની કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર જતા ત્રણ યુવકમાંથી બે હવામાં ઉછળીને નીચે પટકાયા હતા. જેમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો કાર ડ્રાઈવર નરેન્દ્ર વાઘેલા પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે. અકસ્માત બાદ કારચાલક ફરાર મળતી માહિતી મુજબ, શહેરના વ્યાસવાડી ચાર રસ્તા પાસે રાત્રે 2.15 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માતો સર્જાયો હતો. અખબારનગરથી સુભાષબ્રિજ તરફ બાઈક લઈને ત્રણ યુવક જઇ રહ્યા હતા, ત્યારે ભીમજીપુરા તરફથી આવી રહેલી સફેદ કલરની કારના ચાલકે બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા બાઈક ચલાવનાર શખ્સ અને અન્ય એક ઉછળીને કારની બીજી તરફ પડ્યો હતો, જ્યારે એક યુવક નીચે પડ્યા હતા. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓએ મદદે આવી યુવકોને સારવારમાં ખસેડ્યાં અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણેય યુવક ઊભા પણ થઈ શક્યા નહોંતા અને રોડ ઉપર પડખા ફરી રહ્યાં હતા. આ સમયે ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ત્રણેય યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઈક ચાલકનું સારવાર સમયે મોત બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અકસ્માત કેસમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કાર ચલાવનાર ફરિયાદી પોતે જ છે. કારચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને બાઈકચાલક દારૂ પીધેલી હાલતમાં હોવા અંગેની શક્યતા છે તે અંગે તપાસ કરવામાં આવશે. વ્યાસવાડી ચાર રસ્તા પાસે બનેલી અકસ્માતની ઘટનામાં બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કારચાલક દ્વારા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાણીપ વિસ્તારમાં ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રભાઈ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતે ગુરુકુળ મેમનગર ખાતે હની સુજ નામની દુકાન ધરાવી વેપાર કરે છે અને તેમના મિત્ર ની ગાડી બહાર પડવા માટે ઉપયોગ કરે છે અને તેમની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. 28 જૂનના રોજ તેમના મિત્ર જીગ્નેશ ગુપ્તા તેમના મોટાભાઈ ચેતન વાઘેલા અને તેમની ભાભી સાથે ગાડી લઈને રાત્રે 1:30 વાગ્યાની આસપાસ ફરવા માટે નીકળ્યા હતા ફરતા ફરતા પાલડી થઈ અને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ભીમજીપુરા થી વ્યાસવાડી ચાર રસ્તા તરફ આવતા હતા ત્યારે સવા બે વાગ્યાની આસપાસ વ્યાસવાડી ચાર રસ્તાથી શ્રીનાથ એપાર્ટમેન્ટ તરફ જતા હતા ત્યારે અખબાર નગર સર્કલ તરફથી એક બાઈક ચાલક ત્રણ સવારીમાં બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવીને ફોરવીલના આગળના બોનેટના ભાગે અથડાવી હતી. બાઈક ચાલકે દારૂ પીધો હોવાની આશંકા બાઈક ચાલક દ્વારા ગાડીને જોરદાર અથડાવી દેતા ગાડી ફંગોળાઈ જતા રોડની સાઈડમાં જતી રહી હતી અને આગળના ભાગને નુકસાન થયું હતું બાઈક પર સવાર ચાલક અને બે શખ્સો નીચે પડેલા હતા બાઈકનું આગળનું બિલ તૂટી ગયું હતું અને બાઈક ના ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી તેમજ બે માણસોને નાની મોટી ઈજા થઈ હતી. બાઈક ચાલક દારૂ પીધેલો હોવા અંગેની આશંકા જણાય છે. કાર ચલાવનાર ફરિયાદી નરેન્દ્ર ભાઈ દ્વારા જ બાઈક ચાલકે અકસ્માત સર્જયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો… 27 જૂનઃ SG હાઈવે પર મર્સિડીઝ-કિયા વચ્ચે અકસ્માત, એરબેગો ખુલી ગઈ, CCTV ગઈકાલે એસ. જી. હાઇવેથી વીઆઇપી સર્કલને જોડતા રોડ ઉપર સવારના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યોગ સર્કલ ચાર રસ્તા પાસે મર્સિડીઝની જોરદાર ટક્કર વાગતા કિયા કાર રોડની સાઈડમાં જતી રહી હતી, જેના કારણે એરબેગ ખુલી ગઈ હતી. કારમાં બેઠેલા વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    કોસ્ટ ગાર્ડે રાઈફલથી પોતાની જાત પર ગોળી ચલાવી:જવાનને કે.ડી હોસ્પિટલ ખસેડાયા, સ્થિતિ નાજુક; ગાંધીનગર સેક્ટર-1માં કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસનો બનાવ
    Next Article
    વઢવાણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો:રાજ્યસભા સાંસદ અને જિલ્લા પ્રભારી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment