Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠને પાઠ ભણાવવા 24 કરોડની હોળી કરનારે બે હાથ જોડ્યા:10 ટકા કામ પણ નથી આવડતું કહેતા નોકરી છોડી, સુરતમાં 10 હજારના બાકી પગાર માટે 200 વેપારીની દિવાળી બગાડી

    19 hours ago

    સુરતમાં સારોલીની શ્યામ સંગિની માર્કેટમાં અગનખેલ કરનારા આરોપી વિનોદ સાવલેને આખરે ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો હતો. શેઠ સાથે 10 હજારના બાકી પગારનો બદલો લેવા પૂર્વ એકાઉન્ટન્ટે જ પેટ્રોલ છાંટી માર્કેટ સળગાવવાનો ખોફનાક કાંડ આચર્યો હોવાનો પોલીસ તપાસમાં ધડાકો થયો છે. સામાન્ય વ્યક્તિ માટે 10 હજારની કિંમત શું હોય છે? તેનું શેઠને ભાન કરાવવા સાથે સબક શીખવવા સાવલેએ આ કાંડ કર્યો હતો. સાવલેના આ ભયાનક કારનામાથી માર્કટને અધધ 24 કરોડનું નુકસાન પહોંચ્યું હતું. આરોપી વિનોદ સાવલેની ધરપકડ બાદ ઘટનાના રિકન્સ્ટ્રકશન માટે તેને શ્યામ સંગીની માર્કેટ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે બે હાથ જોડીને માફી માગી હતી. 'તને એકાઉન્ટનું 10 ટકા કામ પણ નથી આવડતું' ડિંડોલી વિસ્તારમાં રહેતા 33 વર્ષીય વિનોદ પંડિત સાવલેએ એપ્રિલ મહિનામાં શ્યામ સંગિની માર્કેટમાં 'જેકોર્પ ઇન્ડિયા' અને 'જગદંબા ટેક્સટાઇલ'માં ₹30 હજારના પગારે એકાઉન્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી. નોકરી દરમિયાન પેઢીના માલિક હનુમાન દ્વારકાપ્રસાદ જવર અને મુખ્ય એકાઉન્ટન્ટ સુમિત તેને "તને એકાઉન્ટનું 10 ટકા કામ પણ નથી આવડતું" કહી સતત માનસિક ત્રાસ આપતા હતા. આ અપમાનથી કંટાળી વિનોદે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તેના પગારના ₹10 હજાર બાકી નીકળતા હતા, જેની ઉઘરાણી કરવા છતાં શેઠે રૂપિયા આપવાની આનાકાની કરી ગાળાગાળી અને અપમાન કર્યું હતું. ₹150નું પેટ્રોલ ખરીદી સ્કૂલ બેગમાં સંતાડ્યું હતું પોલીસ પૂછપરછમાં વિનોદે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, સતત અપમાન અને મહેનતના પૈસા ન મળતા તેણે શેઠને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું. સામાન્ય માણસ માટે ₹10 હજારની કિંમત શું છે તેનું ભાન કરાવવા તેણે માર્કેટ સળગાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે તેણે આગલી સાંજે જ દેવધ ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પરથી પ્લાસ્ટિકની બોટલમાં ₹150નું પેટ્રોલ ખરીદી સ્કૂલ બેગમાં સંતાડી રાખ્યું હતું. 3 મિનિટમાં ખેલ ખતમ કરી નાસી છૂટ્યો પૈસા ખૂટી જતાં સુરત આવતા જ દબોચાયો વિનોદને એમ હતું કે આ આગને પણ શોર્ટ સર્કિટ ગણી સામાન્ય અકસ્માત માની લેવાશે. જોકે, બીજા દિવસે મીડિયા અને સોશિયલ મીડિયા પર આગ માનવસર્જિત હોવાના સમાચાર અને પોતાના CCTV ફૂટેજ વાયરલ થતાં તે ગભરાઈ ગયો હતો. તે મોબાઈલ સ્વિચ ઓફ કરી પરિવાર સાથે ₹13-14 હજાર રોકડા લઈ રાજસ્થાનના ખાટુશ્યામ અને યુપીના અયોધ્યા ભાગી ગયો હતો. પૈસા ખતમ થઈ જતાં અને મામલો થાળે પડી ગયો હોવાનું માની જેવો તે સુરત પરત ફર્યો કે તરત ક્રાઈમ બ્રાંચે તેને ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી લીધો હતો. નિર્દોષ વેપારીઓની દિવાળી બગડી આરોપીના આ ખતરનાક કૃત્યને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. છઠ્ઠા માળની દુકાનોમાં રાખેલો ₹24 કરોડથી વધુનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઉપરાંત ફાયર બ્રિગેડના વોટર કેનનથી નીચેના ફ્લોરના વેપારીઓનો માલ પણ પલળીને બરબાદ થયો હતો. આગ બાદ સુરક્ષાના કારણોસર માર્કેટ સીલ કરી દેવાતા 200થી વધુ વેપારીઓને કરોડો રૂપિયાનું વ્યાપારી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તહેવારોની સિઝન ટાણે જ સર્જાયેલા આ કાંડને લીધે સેંકડો પરિવારોની દિવાળી અંધકારમય બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    કોલેજ જતી યુવતી પર ક્રેન ચઢાવી દીધી, CCTV:ક્રેન ચાલક ફરાર, અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજ પાસે યુવતીનું મોત
    Next Article
    સ્કોર્પિયોનો પીછો કરતાં પોલીસની ગાડીને બિશ્નોઈ ગેગે ટક્કર મારી:અરવલ્લીમાં ફિલ્મી સ્ટાઈલમાં રિવોલ્વર બતાવતાં PIએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું , ગાડીમાંથી પોશડોડા મળ્યાં, આરોપીઓ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment