Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરસાડી દરિયામાં બોટ પલટતા દોઢ વર્ષનું બાળક ગુમ:પંખામાં દોરડું ફસાતા દરિયામાં બોટ ઊંધી વળી; સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધોળ અભિયાન શરૂ

    15 hours ago

    વલસાડના ઉમરસાડી માછીવાડ નજીક મંગળવારે સવારે લાલજી મહારાજની મૂર્તિને દરિયામાં સ્નાન કરાવવા જતી વખતે એક બોટ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બોટમાં સવાર દોઢ વર્ષનું માસુમ બાળક દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. સ્થાનિક માછીમારો, પારડી પોલીસ અને અનુભવી તરવૈયાઓની ટીમ દ્વારા ગુમ થયેલા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બોટમાં સવાર અન્ય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. ધાર્મિક વિધિ દરમિયાન બોટ દરિયામાં ઊંધી વળી ઉમરસાડી માછીવાડના સાગીયા અને મોરી ફળિયા નજીક સવારના સમયે આ અકસ્માત બન્યો હતો. માછીમાર સમાજ પરંપરાગત વિધિ મુજબ લાલજી મહારાજની મૂર્તિને દરિયામાં સ્નાન કરાવવા લઈ જઈ રહ્યો હતો. તે સમયે બોટમાં બે પૂજારી સહિત 6 થી 8 લોકો સવાર હતા. બોટના પંખામાં જાળનું દોરડું ફસાતા દુર્ઘટના સર્જાઈ દરિયામાં મુસાફરી દરમિયાન બોટના પંખામાં માછલી પકડવાની જાળનું દોરડું અચાનક આવી ગયું હતું. પંખામાં દોરડું લપેટાઈ જતાં જ બેલેન્સ બગડ્યું અને બોટ પલટી ગઈ હતી. બોટ પલટતાં જ તેમાં સવાર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દાદીના ખોળામાંથી સરકીને બાળક દરિયામાં ગરકાવ થયું અકસ્માત સમયે દાદીના ખોળામાં બેઠેલું આશરે દોઢ વર્ષનું બાળક હાથમાંથી સરકીને દરિયામાં ગરકાવ થઈ ગયું હતું. અન્ય તમામ સભ્યોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતાં મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવથી દરિયાકિનારે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ શરૂ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ, સરપંચ અને માછીમાર સમાજના અનુભવી તરવૈયાઓ સ્થળ પર પહોંચ્યા હતા. ચંદ્રપુરના સ્થાનિક તરવૈયાઓની મદદથી ગુમ બાળકની શોધખોળ હાથ ધરાઈ છે. જોકે હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી શકી નથી. પરંપરાગત વિધિ દરમિયાન અકસ્માત થવાની વિગત સામે આવી માછીમાર સંઘના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ મકનજીભાઈ ટંડેલે ઘટના અંગે વિગતો આપી હતી. તેમણે જણાવ્યું કે ભાદરવી અમાસ પછી ધંધાની શરૂઆત પહેલાં લાલજી મહારાજને સ્નાન કરાવવાનો પરંપરાગત રિવાજ છે. આ વિધિ વખતે દોરડું ફસાતાં બોટ પલટી ગઈ હતી અને બાળક ગુમ થતાં શોધખોળ જારી છે.
    Click here to Read More
    Previous Article
    Why Buy When You Can Make? 5 Everyday Masalas You Can Easily Prepare At Home
    Next Article
    કોલેજ જતી યુવતી પર ક્રેન ચઢાવી દીધી, CCTV:ક્રેન ચાલક ફરાર, અમદાવાદમાં સિલ્વર ઓક કોલેજ પાસે યુવતીનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment