Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક પેડ માં કે નામ:શાળા પરિસરમાં વૃક્ષારોપણ વન વિભાગના અધિકારી-કર્મચારીઓનું સન્માન

    1 day ago

    બોટાદ જિલ્લાના ટાટમ ગામે 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમગ્ર ભારતને “હરિયાળું ભારત” બનાવવા અભિયાનને સાર્થક કરવા આપણા સૌની જવાબદારી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આગામી સમયમાં 150 વન બનાવવાનો લક્ષ્યાંક છે. સદભાવના ટ્રસ્ટ સાથે મળીને વૃક્ષનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે બોટાદ જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જની અનેક માઠી અસર આપણે અનુભવી રહ્યા છીએ. જૈવ વિવિધતા ટકાવી રાખવા અને સંતુલન જાળવવા માટે વૃક્ષોનું આવરણ ખૂબ જરૂરી છે. કાર્યક્રમ બાદ તમામ મહેમાનોએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. વર્ષ 2026-27 અન્વયે બોટાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અંદાજે રૂ.45 લાખના રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. 32 કિશાન શિબિરો તથા ખાસ અંગભુત યોજના હેઠળ 6 શિબિરોનું આયોજન કરવામાં આવશે. 10.25 હેકટરમાં 1,02,500 રોપાઓ રોપીને 10 વન કવચ એટલે કે મીયાંવાંકી પધ્ધતિથી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે. કાર્યક્રમમાં સામાજીક વનીકરણ વિભાગમાંથી ઉમદા કામગીરી કરનારા અધિકારી-કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. {કલેક્ટર જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જની માઠી અસર અનુભવી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    ઉગામેડી-નીંગાળા રોડ પર આંતરી તીક્ષ્ણ હથિયારથી હુમલો:ગઢડાના ભીમડાદ ગામના યુવકની આડા સંબંધની શંકાએ કરપીણ હત્યા
    Next Article
    PGVCLના દરોડામાં 163 જોડાણની તપાસમાં 36માં ગેરરીતિ મળી:જેસર અને બગદાણા પંથકમાંથી 11.88 લાખની વીજચોરી ઝડપાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment