Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉગામેડી-નીંગાળા રોડ પર આંતરી તીક્ષ્ણ હથિયારથી હુમલો:ગઢડાના ભીમડાદ ગામના યુવકની આડા સંબંધની શંકાએ કરપીણ હત્યા

    1 day ago

    ગઢડા તાલુકાના ભીમડાદ ગામે રહેતા દિનેશભાઈ લાખાભાઈ સાગઠીયાની હત્યાની ઘટનાએ પંથકમાં સનસનાટી ફેલાવી હતી. પત્ની સાથે દિનેશભાઈના આડા સંબંધ હોવાની શંકા અને અગાઉ થયેલી બોલાચાલીની અદાવત રાખી એક શખ્સે રસ્તામાં આંતરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ઘટનાને પગલે પોલીસે હત્યાનું કારણ અને આરોપીની શોધખોળ સહિતની તપાસ હાથ ધરી હતી. ભીમડાદ ગામના રહેવાસી દિનેશભાઈ સાગઠીયા (ઉં.વ.46) લેબર કોન્ટ્રાક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા અને સામાજિક કાર્યકર તરીકે પણ ઓળખાતા હતા. તેઓ પોતાના કામકાજ માટે ઉગામેડીથી નિંગાળા રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આશરે 11થી 11.30 વાગ્યાની વચ્ચે તેમને આંતરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં દિનેશભાઈનું મોત નીપજ્યું હતું. મૃતકના પુત્ર અરવિંદભાઈ દિનેશભાઈ સાગઠીયા (ઉં.વ.27), રહે. ભીમડાદ,એ પોતાના પિતાની હત્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન તુરખા ગામના હરેશ સનાભાઈ પરમારની સંડોવણી સામે આવી હતી. હરેશની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે હતી અને દિનેશભાઈ સાથે તેણીના આડા સંબંધ હોવાની શંકા તેને હતી. આ શંકાના મુદ્દે અગાઉ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ બાબતની અદાવત મનમાં રાખી હરેશે દિનેશભાઈને રસ્તામાં આંતરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. બનાવને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    પાક રક્ષણ માટે ખેતરમાં કરંટનો જીવલેણ ફંદો !:મહુવા નજીક બોરડી ગામે વાડીમાં કરંટ લાગતાં સિંહણનું મોત થયું
    Next Article
    એક પેડ માં કે નામ:શાળા પરિસરમાં વૃક્ષારોપણ વન વિભાગના અધિકારી-કર્મચારીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment