Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાક રક્ષણ માટે ખેતરમાં કરંટનો જીવલેણ ફંદો !:મહુવા નજીક બોરડી ગામે વાડીમાં કરંટ લાગતાં સિંહણનું મોત થયું

    19 घंटे पहले

    મહુવા તાલુકાના બોરડી ગામ નજીક નવનાળા વાડી વિસ્તારમાં એક વાડીમાં વીજ કરંટ લાગતાં સિંહણનું મોત નીપજતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સિંહણનું મોત વીજ કરંટ લાગવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. વન્યજીવ મહુવા રેન્જ હેઠળ નાના ખુટવડા-1 રાઉન્ડના છાપરી બીટ વિસ્તારમાં આવેલા બોરડી ગામના નવનાળા વાડી વિસ્તારમાં આ ઘટના બની હતી. મૃત સિંહણની ઉંમર અંદાજે 5થી 9 વર્ષ હોવાનું વન વિભાગે પ્રાથમિક રીતે જણાવ્યું છે. મૃત સિંહણ નંદલાલ ભીખાલાલ જાનીની માલિકીની વાડીમાં મળી આવી હતી. વાડીમાં ફાર્મ રાખનાર વ્યક્તિ ગોબરભાઈ દાદુભાઈ મકવાણા (ઉ.વ. 58) (રહે. બોરડી, તા. મહુવા) હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ વાડીમાં વીજ કરંટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તપાસમાં ધ્યાન પર આવ્યું છે. સિંહણનું મોત 27 ઓગસ્ટે સવારે 6.36 કલાક પહેલાં કોઈ પણ સમયે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં વનવિભાગ, FSL ટીમ અને PGVCLની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. વન વિભાગે સિંહણના મૃતદેહનો ધોરણસર પંચનામું કરીને કબજો લીધો હતો. ત્યારબાદ મૃતદેહને ગેબર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ અને FSL તપાસ બાદ સિંહણના મૃત્યુનું કારણ તેમજ ઘટનાક્રમ વધુ સ્પષ્ટ થશે. PGVCL દ્વારા આરોપીને દંડ ફટકારાયો બોરડી ગામે વાડીમાં કરંટ લાગતાં સિંહણનું મોત થયાની ઘટના બની છે. PGVCLની વીજ લાઇનમાંથી ગેરકાયદે લાઈન લઈ વીજ કરંટ લગાવવા બદલ આરોપી ફાર્મ રાખનાર ગોબરભાઈ મકવાણાને PGVCL દ્વારા રૂ.8000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભૂલ કે ભાગબટાઈ?:બેઘરોને ઘર મળતા નથી, બીજીબાજુ બે આવાસ યોજનાનો લાભ લઈ 11 લોકોએ બબ્બે ફ્લેટ લીધા!
    Next Article
    ઉગામેડી-નીંગાળા રોડ પર આંતરી તીક્ષ્ણ હથિયારથી હુમલો:ગઢડાના ભીમડાદ ગામના યુવકની આડા સંબંધની શંકાએ કરપીણ હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment