Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂલ કે ભાગબટાઈ?:બેઘરોને ઘર મળતા નથી, બીજીબાજુ બે આવાસ યોજનાનો લાભ લઈ 11 લોકોએ બબ્બે ફ્લેટ લીધા!

    17 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાએ અલગ અલગ વિસ્તારોમાં આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવ્યા છે. આવાસ યોજનાનો હેતુ ગરીબોને સસ્તા ઘરના ઘર આપવાનો છે. હજુ પણ શહેરમાં ઘણા લોકો ઘરવિહોણા છે અને આવાસ યોજનાના ડ્રોમાં નામ આવે તેની રાહ જોઈ રહ્યા છે તેવામાં 11 લોકોએ પોતાના નામે બે બે આવાસ મેળવી લીધા હોવાનો ઘટસ્ફોટ કમ્પ્યૂટર વેરિફિકેશનમાં થયો છે. આ આવાસ કોની ભૂલ કે મેલી મથરાવટીથી ફાળવી દેવાયા છે તે તપાસનો વિષય છે. આવાસ શાખાના મેનેજર સૂર્યપ્રતાપસિંહના જણાવ્યા અનુસાર કમ્પ્યૂટરમાં લિસ્ટ વેરિફિકેશન દરમિયાન આધાર કાર્ડ નંબર અને નામના આધારે 22 આવાસમાં ડુપ્લિકેશન મળ્યું છે જેમાં 11 શખ્સોએ 22 આવાસ મેળવી લીધાનું જાણવા મળ્યું છે. હજુ પણ ઘણો ડેટા જોવાનો બાકી છે પણ જે નામ વેરિફિકેશનમાં મળ્યા તેની યાદી અને ક્યા ક્યા આવાસ મળ્યા છે તે વિગતો લીધી છે. આ અંગે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની થશે. દિલીપ લુણાગરિયાએ તપાસના આદેશ આપી કોની ભૂલ છે અને કેટલા લોકો આ રીતે ખોટા લાભ મેળવ્યા છે તેના તપાસના આદેશ હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન દિલીપ લુણાગરિયાએ આપ્યા છે. આ લોકોએ એક નહિ બે બે આવાસ મેળવી લીધા 1) જયેશકુમાર વસંતરાય નગવાડરિયા 2) કમલજીતસિંહ ભૂપતસિંહ ઝાલા 3) મનિષાબેન વિનોદ જોટંગિયા 4) બીના ભીખુ જેઠવા 5) ગગજી જાગા મીઠાપરા 6) પ્રતાપસિંહ ઉર્ફે પ્રવીણસિંહ જોરૂભા ગોહિલ 7) હાર્દિક અશોક જોશી 8) અલ્કાબેન ભાવેશ કોટક 9) ભાવનાબેન ભરત ઉપાધ્યાય 10) વાલીબેન પ્રવીણ મકવાણા 11) રચના હિરેન શેઠ સરખા નામ બાદ હવે પતિ-પત્નીના નામના ફ્લેટ શોધવામાં આવશે મનપાએ જે સોફ્ટવેર બનાવ્યો છે તેમાં ડુપ્લિકેટ નામો મળી રહ્યા છે. જોકે હવે તેમાં એવી પણ વ્યવસ્થા પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે કે પતિ પત્નીના નામ પણ શોધી શકે. આ માટે લાભાર્થીના પ્રથમ-નામ, મધ્ય-નામ અને અટક આ ત્રણમાંથી કોઈપણ બે જો સમાન મળે તો પણ રેડ-ફ્લેગ એલર્ટ આવી જાય. એનું પણ એક અલગ લિસ્ટ બની જશે. જેથી પતિ-પત્ની બંનેએ આવાસ મેળવેલ હોય તો એની પણ ખબર પડી જાય. કૌભાંડિયાઓ સામે ફોજદારી અને આવાસ જપ્ત સુધીના લેવાશે પગલાં આવાસ યોજનાના ફોર્મમાં જ સોગંદનામું આપવાનું હોય છે કે પરિવારમાં કોઈની પાસે ઘર નથી. આ રીતે જોતા બંને વખતે ખોટું સોગંદનામું આપીને અરજદારોએ મનપા સાથે છેતરપિંડી કરી છે. જેને લઈને તમામ પર ફોજદારી થઈ શકે છે તેમજ બંને આવાસ રદ થઈ શકે છે. જોકે આખરી લિસ્ટ બની જાય ત્યારબાદ આ અંગે પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર આખરી નિર્ણય લેશે. હજુ ડેટા એકત્રીકરણ બાકી ફાળવણીની ગેરરીતિ શોધવા મનપાએ સોફ્ટવેર બનાવ્યો આવાસ યોજના શાખા અને કમ્પ્યૂટર શાખાએ એવો સોફ્ટવેર બનાવ્યો છે કે જેમાં અરજદારનો આધાર-કાર્ડ નંબર, ચૂંટણી-કાર્ડ નંબર નાખવાથી એમણે અગાઉ રાજકોટ મનપામાં આવાસ મેળવ્યો છે કે નહીં એ જાણી શકાશે. આ સોફ્ટવેર હજુ પ્રારંભિક સ્ટેજ પર છે. એમાં હજુ ઘણાં ડેટા ફીડ કરવાના બાકી છે. આમ છતાં, આ સોફ્ટવેર ફોર્મ-ચેકિંગમાં અને કોઈ લાભાર્થીએ બે આવાસ મેળવ્યા હોય એવી ફરિયાદની તપાસમાં મદદરૂપ થઈ શકે છે. આ સોફ્ટવેર તમામ ડેટા ચકાસશે અને ડુપ્લિકેટ આધાર-કાર્ડ નંબર કે ચૂંટણી-કાર્ડ નંબર હોય તો તુરંત રેડ-ફ્લેગ અલર્ટ આવે અને એનું એક લિસ્ટ જ બની જશે. એક જ અરજદારે બે આવાસ મેળવ્યા હોય તો તુરંત એની ખબર પડી જાય. ડેટા ફીડ થઈ જશે પછી એના રાઈટ્સ રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવશે. જેથી આવાસની ફાળવણીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવીય ક્ષતિ થઈ હોય તો એ તુરંત ધ્યાને આવી શકે.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા:ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિક્યુરિટી ગાર્ડ રાખવા પર મનાઈ, રાઇડ્સો પર નિયત ભાવનું બોર્ડ મારવું
    Next Article
    પાક રક્ષણ માટે ખેતરમાં કરંટનો જીવલેણ ફંદો !:મહુવા નજીક બોરડી ગામે વાડીમાં કરંટ લાગતાં સિંહણનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment