Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા:ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિક્યુરિટી ગાર્ડ રાખવા પર મનાઈ, રાઇડ્સો પર નિયત ભાવનું બોર્ડ મારવું

    16 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં જન્માષ્ટમી સહિત મેળાનું આયોજન થનાર છે.ત્યારે આ મેળા દરમિયાન તેમજ આગામી તહેવારો અને લોકમેળાઓને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા મેળો માણવા આવતી આમ જનતાની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ દ્વારા મેળાના આયોજકો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા કચેરીએ યોજાયેલ આ બેઠકમાં પોલીસ વડા દ્વારા જાહેર જનતાની સલામતી માટે આયોજકોને તમામ નિયમોનું અક્ષરશઃ અને ચુસ્તપણે પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિક્યુરિટી ગાર્ડ રાખવા પર સખત મનાઈ, તમામ રાઇડ્સ પર નિયત ભાવનું બોર્ડ મારવું ફરજિયાત સહિતની માર્ગદર્શિકાઓ જાહેર કરાઈ છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જો કોઈ આયોજક કે સંચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરાશે. નાઈટ વિઝન CCTV કેમેરા રાખવા { મેળામાં પૂરતા પ્રમાણમાં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવાના રહેશે. કોઈ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખી શકાશે નહીં. નાઈટ વિઝન CCTV કેમેરા રાખવા‎
    Click here to Read More
    Previous Article
    મનપાની છટકબારી, ન્યારી ડેમ 2માં ભળતી નદીને વોંકળો બનાવી દીધી:પુનિતનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનથી વોંકળામાં પ્રદૂષિત પાણી છોડવા મામલે GPCBની નોટિસ
    Next Article
    ભૂલ કે ભાગબટાઈ?:બેઘરોને ઘર મળતા નથી, બીજીબાજુ બે આવાસ યોજનાનો લાભ લઈ 11 લોકોએ બબ્બે ફ્લેટ લીધા!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment