Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની છટકબારી, ન્યારી ડેમ 2માં ભળતી નદીને વોંકળો બનાવી દીધી:પુનિતનગર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનથી વોંકળામાં પ્રદૂષિત પાણી છોડવા મામલે GPCBની નોટિસ

    15 hours ago

    રાજકોટ મનપાના પુનિતનગર પમ્પિંગ સ્ટેશન દ્વારા અન્ડરગ્રાઉન્ડ બે પાઇપલાઇન મૂકીને વાવડીના વોંકળામાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હતું. આ દૂષિત પાણીના કારણે વાવડીથી લઇને મોટામવા સુધીના વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવ સાથે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સર્જાઇ હતી. આ ગંભીર મુદ્દે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે કરેલા ઇન્વેસ્ટિગેશન બાદ તંત્ર સળવળ્યું હતું. ભાસ્કરના અહેવાલને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની ટીમે તાકીદે સ્થળ તપાસ કરી હતી અને ગેરકાયદેસર રીતે નખાયેલી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન 3 દિવસમાં હટાવી લેવા માટે રાજકોટ મનપાના કાર્યપાલક ઈજનેરને કડક નોટિસ પાઠવી છે. GPCBના પ્રાદેશિક અધિકારી કે.કે. લકુમના જણાવ્યા અનુસાર, પુનિતનગર પમ્પિંગ સ્ટેશન ખાતે એન્જિનિયર મોનિકા કુબાવતની ટીમે રાજકોટ મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર કે.એલ. જોશી સહિતના સ્ટાફ સાથે સંયુક્ત વિઝિટ કરી હતી. સ્થળ તપાસ દરમિયાન પંપ ચાલુ હતા. આ અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાથી તેને આગામી ત્રણ દિવસમાં હટાવી લેવા નોટિસ ફટકારવામાં આવી છે. જો ત્રણ દિવસમાં પાઇપ નહીં હટાવાય અને ભવિષ્યમાં ગંદું પાણી છોડતા પકડાશે તો મનપા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પ્રદૂષિત પાણીને વરસાદી ગણાવી ઈજનેરને મૂર્ખ બનાવાયા રાજકોટ મહાનગરપાલિકાના બુદ્ધિશાળી સ્ટાફે તપાસ અર્થે આવેલા GPCBના ઇજનેર મોનિકાબેન કુબાવતને પણ ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કરતા કહ્યું હતું કે, અંડરગ્રાઉન્ડ પાઇપ પાસે ભરાયેલું દૂષિત પાણી અગાઉ છોડવામાં આવ્યું હતું, પરંતુ હાલ ભરાયેલા પ્રદૂષિત પાણીને વરસાદી પાણી ગણાવ્યું છે.ન્યારી ડેમ-2માં ભળતી આ નદી નથી વોંકળો છે. આ પાણી વોંકળામાં ઉપરવાસથી આવી રહ્યું છે. જોકે, આ વરસાદી શુદ્ધ પાણી કઇ રીતે અને ક્યાંથી ઉપરથી પ્રદૂષિત થઇને આવે છે તે જાણવાની તસ્દી તપાસનીશે લીધી ન હતી. ગટરનું પાણી જળસ્ત્રોતોમાં વહાવવું એ ગંભીર ગુનો છે રાજકોટ મનપા (RMC) ના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન દ્વારા પ્રદૂષિત કે અશુદ્ધ પાણીને સીધું વોંકળા કે નદીમાં છોડવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, વોંકળા કે નદીમાં છોડી શકે નહીં, (1) પર્યાવરણ સંરક્ષણ કાયદા અને જીપીસીબીના નિયમો મુજબ ગટરનું પાણી જળસ્રોતોમાં વહાવવું એ ગંભીર કાનૂની ગુનો છે. (2) ડ્રેનેજનું પાણી નદી કે વોંકળામાં છોડતા પહેલા તેને સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માં પ્રોસેસ કરીને શુદ્ધ કરવું ફરજિયાત છે. (3) NGT અને GPCB ના આદેશ મુજબ, ગટરનું અશુદ્ધ પાણી નદી કે વોંકળામાં છોડવા બદલ મહાનગરપાલિકા પર લાખો કે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. (4) GPCB દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાનૂની નોટિસ અને વોટર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સરકારી બાબુ હિટલરશાહીના વહેમમાં:CGSTના અધિકારી માટે લોકોને લિફ્ટમાંથી બહાર ખદેડી દેવાય છે
    Next Article
    સુરક્ષા:ગુનાહિત ઇતિહાસ ધરાવતા સિક્યુરિટી ગાર્ડ રાખવા પર મનાઈ, રાઇડ્સો પર નિયત ભાવનું બોર્ડ મારવું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment