Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCLના દરોડામાં 163 જોડાણની તપાસમાં 36માં ગેરરીતિ મળી:જેસર અને બગદાણા પંથકમાંથી 11.88 લાખની વીજચોરી ઝડપાઇ

    1 day ago

    ભાવનગર PGVCL સર્કલ હેઠળ મહુવા ડિવિઝનમાં આવતા જેસર અને બગદાણા સબ ડિવિઝનમાં આજે વીજચોરી વિરોધી સર્કલ ડ્રાઈવ યોજાઈ હતી. ભાવનગર PGVCLની સર્કલ ડ્રાઈવમાં જેસર અને બગદાણા પંથકમાંથી 163 જોડાણની તપાસમાં 36 જોડાણમાં ગેરરીતિ મળવાની સાથે કુલ રૂ.11.88 લાખની વીજચોરી ઝડપાઇ હતી. વીજ ચેકિંગના દરોડામાં PGVCLની સ્થાનિક 15 ટીમ જોડાઈ હતી. ચેકિંગ ડ્રાઇવ દરમિયાન બગદાણા અને જેસર વિસ્તારમાં 153 રહેણાકી અને 10 વાણિજ્ય શ્રેણીના જોડાણો મળી કુલ 163 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન 34 રહેણાકી અને 2 વાણિજ્ય શ્રેણીના જોડાણો કુલ 36 કનેક્શનમાં ગેરરીતિ મળી હતી. PGVCLની સર્કલ ડ્રાઈવમાં બગદાણા સબ ડિવિઝન હેઠળ જયોતિગ્રામ 11 KVના વિક્રાંત જયોતિગ્રામ તથા ઘાંટરવાડા ફિડરમાં આવતા કુંઢડા અને ઠળિયા ગામમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે જેસર સબ ડિવિઝન હેઠળ જયોતિગ્રામ 11 KV દેપલા તથા ઘોબા ફિડરમાં આવતા રાણીગામ અને પીપરડી ગામમાં વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. PGVCLની જેસર-બગદાણા પંથક વીજચોરી વિરોધી કામગીરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 8 GUVNL પોલીસ જવાનો અને 5 એક્સ-આર્મી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. વીજચોરીના કેસોમાં 126 અને 135 નંબરની કેટેગરી હેઠળ અનુક્રમે 21 અને 15 કેસ નોંધાયા હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    એક પેડ માં કે નામ:શાળા પરિસરમાં વૃક્ષારોપણ વન વિભાગના અધિકારી-કર્મચારીઓનું સન્માન
    Next Article
    સિટી એન્કર:વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 28 ખડમોર દેખાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment