Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝોઝ પીઆઇ સહિત સ્ટાફનો આબાદ બચાવ, વાન ચાલકને ઇજા‎:છોટાઉદેપુરમાં પોલીસની જીપ- મારુતિ વાન વચ્ચે અકસ્માત

    3 days ago

    છોટાઉદેપુરના મલાજા પાસે પોલીસની સરકારી કાર અને મારુતિ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝોઝ પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ આબાદ બચી ગયો હતો, જ્યારે વાન ચાલકને ઇજા થઇ હતી. છોટાઉદેપુરના ઝોઝ પાસે મલાજા ગામ પાસેથી પસાર થઈ રહેલી પોલીસની સરકારી ગાડી અને એક મારુતિ વાન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ઝોઝ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.ડી. વસાવા અને તેમની સાથે રહેલા સ્ટાફનો આબાદ બચાવ થયો હતો. જો કે, આ અકસ્માતમાં મારુતિ વાનના ચાલકને સામાન્ય ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માત બાદ મારુતિ વાન અંદાજે 400 મીટર સુધી રસ્તા પર ઘસડાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત રોંગ સાઈડ અને ઓવર સ્પીડના કારણે સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.
    Click here to Read More
    Previous Article
    ગમાણીના યુવક અને અન્ય લોકોને લાલચ આપી:વિદેશના વિઝા અપાવવાના બહાને વડોદરાના દંપતીએ
    Next Article
    મુસાફર પાસના દરોમાં ઘટાડો:હિંમતનગર એસટી ડિવિઝનના 3643 મુસાફરોને લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment