Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફર પાસના દરોમાં ઘટાડો:હિંમતનગર એસટી ડિવિઝનના 3643 મુસાફરોને લાભ

    3 days ago

    ​જીએસઆરટીસી દ્વારા નિયમિત મુસાફરી કરતાં મુસાફરોને રાહત આપતા મુસાફર પાસના દરમાં ઘટાડો કરાયો છે. નવા દર અમલમાં આવતા હિંમતનગર ડિવિઝનમાં આવતા ડેપો હેઠળ મુસાફર પાસનો ઉપયોગ કરતાં અંદાજે 3643 જેટલા મુસાફરોને સીધો લાભ મળશે. અગાઉ 18 દિવસના ભાડાના બદલે 30 દિવસનો મુસાફર પાસ મળતો હતો. હવે 15 દિવસના ભાડામાં માસિક પાસ મળી શકશે. આ પાસની માન્યતા 30 દિવસની રહેશે. ત્રિ-માસિક મુસાફર પાસ પણ પહેલા 54 દિવસના ભાડામાં 90 દિવસનો હતો. ​ હવે તે ઘટીને 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરી કરી શકાશે. દરમાં ઘટાડાથી રોજિંદી અવરજવર માટે જીએસઆરટીસીની બસનો ઉપયોગ કરતાં લોકોને મુસાફરી ખર્ચમાં રાહત મળશે. ખાસ કરીને નિયમિત મુસાફરી કરતાં પાસધારકો માટે આ નિર્ણય ફાયદાકારક બનશે. હિંમતનગર ડિવિઝનના ડેપોમાં અંદાજે 3643 જેટલા મુસાફર પાસધારકોને નવા ઘટાડેલા દરનો લાભ મળશે. જીએસઆરટીસીના આ નિર્ણયથી નિયમિત મુસાફરોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ​ ડિવિઝનલ કંટ્રોલર કે.સી. બારોટના જણાવ્યા અનુસાર ​જીએસઆરટીસી દ્વારા મુસાફર પાસના દરમાં ઘટાડો કરાયો છે. જેનાથી હિંમતનગર ડિવિઝનના ડેપોના આશરે 3643 પાસધારકો સહિત તમામ નિયમિત મુસાફરોને સીધો ફાયદો થશે. નવા નિયમ મુજબ, 30 દિવસની માન્યતા ધરાવતો માસિક પાસ હવે 18ના બદલે માત્ર 15 દિવસના ભાડામાં મળશે. હિંમતનગર ડિવિઝનમાં આવતા બસ સ્ટેશનમાં ભિલોડા 287, બાયડ 375, હિંમતનગર 635, ઇડર 444, ખેડબ્રહ્મા 127, મોડાસા 552, માણસા 913, પ્રાંતિજ - તલોદમાંથી 310 અપડાઉન કરતાં મુસાફરોને આ સુવિધાનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    ઝોઝ પીઆઇ સહિત સ્ટાફનો આબાદ બચાવ, વાન ચાલકને ઇજા‎:છોટાઉદેપુરમાં પોલીસની જીપ- મારુતિ વાન વચ્ચે અકસ્માત
    Next Article
    સત્સંગ સભાનું આયોજન કરાયું:બહેન ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે, આ આપણા સંસ્કાર છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment