Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સત્સંગ સભાનું આયોજન કરાયું:બહેન ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે, આ આપણા સંસ્કાર છે

    3 days ago

    સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ હીરાપુર ખાતે સંતો હરિભક્તોએ સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની માસિક તિથિ પ્રસંગે ધુન કીર્તન કરાયા હતા.ત્યારબાદ સંતો હરિભક્તોએ સમૂહ આરતી ઉતારી હતી. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ રક્ષાબંધનના નિમિત્તે જણાવ્યું હતું કે, રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક. બહેન ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. આ રક્ષાબંધનના ગૂઢાર્થ તરફ જઈએ તો, આ તહેવાર માત્ર શારીરિક રક્ષા પૂરતો સીમિત નથી. આ પવિત્ર દિવસે, આપણે ભગવાન પાસે પણ એક રક્ષા કવચ માંગવાનું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે, હે પ્રભુ, મારે મારી રક્ષા કરવી છે, પણ માત્ર બહારના દુશ્મનથી નહીં, મારી અંદર છુપાયેલા દોષોથી પણ. આપણા સૌથી મોટા દુશ્મન કોણ છે?આપણો ક્રોધ, આપણી ખરાબ આદતો, આપણો અહંકાર અને આપણી નબળાઈઓ. આ રક્ષાબંધને બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે, ત્યારે ભાઈએ માત્ર બહેનની રક્ષાનું વચન નથી આપવાનું, પણ સાથે એ વચન પણ આપવાનું છે કે હું મારા ચરિત્રને એટલું પવિત્ર રાખીશ કે આ દેશની દરેક સ્ત્રી મારી હાજરીમાં પોતાની જાતને સુરક્ષિત માનશે. આજના દિવસે આપણે શુભ સંકલ્પ લેવો જોઈએ કે, આપણે આપણા અવગુણોની આહુતિ આપીશું અને જીવનમાં સદગુણો આવે તે માટે કટિબદ્ધ બનીશું.
    Click here to Read More
    Previous Article
    મુસાફર પાસના દરોમાં ઘટાડો:હિંમતનગર એસટી ડિવિઝનના 3643 મુસાફરોને લાભ
    Next Article
    હોટલો સહિત 39 પેઢીઓમાં ફૂડ વિભાગની તપાસ:હિંમતનગરમાં 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment