Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમાણીના યુવક અને અન્ય લોકોને લાલચ આપી:વિદેશના વિઝા અપાવવાના બહાને વડોદરાના દંપતીએ

    3 days ago

    ગમાણી ગામના યુવક અને તેમના અન્ય સાથીદારોને વિદેશમાં આકર્ષક નોકરી અપાવવાની વડોદરાના દંપતિએ લાલચ આપી મોટી રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોતાની પોલ ખુલી જવાની બીકે દંપતીએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી વડોદરા સ્થિત પોતાનું રહેણાંક મકાન પણ ખાલી કરી નાંખ્યુ હતુ. રાજગઢ પોલીસ સ્ટેશનમાં દંપતિ વિરુધ્ધ ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના અલ્કેશ ઉર્ફે આયુષભાઈ લાલજીભાઈ પટેલ અને તેની પત્ની ધર્મિષ્ઠાબેન અલ્કેશભાઈ પટેલે ઘોઘંબા તાલુકાના ગમાણી ગામના મહેશ રાઠવા તથા અન્ય વ્યક્તિઓને વિદેશમાં સારી નોકરી અને વીઝા અપાવવાનું કહી સંપૂર્ણ વિશ્વાસમાં લીધા હતા. દંપતિએ જુદા જુદા સમયે રોકડ તેમજ ઓનલાઇન ટ્રાન્સફર માધ્યમથી કુલ રૂપિયા 27.60 લાખની માતબર રકમ મેળવી લીધી હતી. નાણાં મેળવી લીધા બાદ દંપતિએ વિદેશ મોકલવાની કામગીરી પૂર્ણ કરવાના નામે સતત વાયદાઓ કર્યા હતા અને અવારનવાર નવી નવી તારીખો આપી સમય પસાર કર્યો હતો. લાંબો સમય વીતી જવા છતાં નોકરી કે વીઝા ન મળતા મહેશભાઈ અને અન્ય લોકોએ ઉઘરાણી શરૂ કરી હતી. પોતાની પોલ ખુલી જવાની બીકે આરોપી દંપતીએ પોતાના મોબાઈલ ફોન બંધ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, તેઓ વડોદરા સ્થિત પોતાનું રહેણાંક મકાન પણ ખાલી કરીને રાતોરાત ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા મહેશભાઈ રાઠવાએ આખરે આ અંગે રાજગઢ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપી અલ્કેશ પટેલ અને ધર્મિષ્ઠાબેન પટેલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જેટી અને સી ફેસ રોડ તરફ જતા માર્ગો બંધ રહેશે‎:આજે દમણ નાઇટ માર્કેટમાં " નો વહીકલ ઝોન' જાહેર
    Next Article
    ઝોઝ પીઆઇ સહિત સ્ટાફનો આબાદ બચાવ, વાન ચાલકને ઇજા‎:છોટાઉદેપુરમાં પોલીસની જીપ- મારુતિ વાન વચ્ચે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment