Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેટી અને સી ફેસ રોડ તરફ જતા માર્ગો બંધ રહેશે‎:આજે દમણ નાઇટ માર્કેટમાં " નો વહીકલ ઝોન' જાહેર

    2 days ago

    દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ પ્રશાસનના પ્રવાસન વિભાગ દ્વારા 28 ઓગસ્ટ 2026ના રોજ નાની દમણ કિલ્લા વિસ્તાર અને નાઇટ માર્કેટ ખાતે ''નાળિયેરી પૂનમ'' ઉત્સવનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દરિયાકિનારે વધતી ભીડને ધ્યાનમાં રાખીને દમણ પોલીસ વિભાગ દ્વારા જાહેર સુરક્ષા અને ટ્રાફિકના સુચારૂ સંચાલન માટે વિશેષ ''ટ્રાફિક એડવાઇઝરી'' બહાર પાડવામાં આવી છે. 28 ઓગસ્ટે સવારે 10 વાગ્યાથી આ ફેરફારો અમલમાં આવશે. વાહન વ્યવહાર પર પ્રતિબંધ અને ''નો વહીકલ ઝોન''નાઇટ માર્કેટ વિસ્તાર: પોસ્ટ ઓફિસ (નાની દમણ) થી PWD જેટી સુધીનો સમગ્ર માર્ગ ''નો વહીકલ ઝોન'' રહેશે. અહીં માત્ર પદયાત્રીઓને જ જવા દેવાશે. જોડાતા માર્ગો બંધ: તીન બત્તીથી નાની દમણ ચાર રસ્તા, સત્યનારાયણ મંદિર કટ અને નાની દમણ જેટી ગાર્ડનથી ચાર રસ્તા તરફ જતા તમામ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે. સી ફેસ રોડ, નાની દમણ જેટી ગાર્ડન, સમુદ્ર નારાયણ મંદિર થી જુપિટર શમશાન ભૂમિ કટ સુધીના રસ્તા પર વાહનવ્યવહાર સ્થગિત રહેશે. પાર્કિંગ વ્યવસ્થા કાર્યક્રમમાં આવતા મુલાકાતીઓ માટે દિલીપ નગર ગ્રાઉન્ડ, મચ્છીમહાજન ગ્રાઉન્ડ (જુપિટર શમશાન ભૂમિ પાસે) અને શમશાન ભૂમિથી દેવકા તરફના ''નામો પથ'' પાસે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનો પાર્ક કર્યા બાદ શ્રદ્ધાળુઓએ પદયાત્રા કરીને કાર્યક્રમના સ્થળે પહોંચવાનું રહેશે. પોલીસ વિભાગની અપીલ પોલીસ વિભાગે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નિર્ધારિત જગ્યાએ જ વાહન પાર્ક કરવા વિનંતી કરી છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કે પોલીસ જેવા કટોકટીના વાહનોને અડચણ નરૂપ ન થવા અને રસ્તા પર તેનાત ટ્રાફિક પોલીસ તથા સ્વયંસેવકોની સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    CCTVના આધારે ચારેયને શોધી પરિવારને સોંપતા હાશકારો‎:રમવા જવાનું કહી નીકળ્યા બાદ 3 સગાં ભાઈબહેન સહિત 4 બાળક લાપતા
    Next Article
    ગમાણીના યુવક અને અન્ય લોકોને લાલચ આપી:વિદેશના વિઝા અપાવવાના બહાને વડોદરાના દંપતીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment