Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CCTVના આધારે ચારેયને શોધી પરિવારને સોંપતા હાશકારો‎:રમવા જવાનું કહી નીકળ્યા બાદ 3 સગાં ભાઈબહેન સહિત 4 બાળક લાપતા

    2 days ago

    મોરબી શહેરના ઔદ્યોગિક વિસ્તાર ઘુટું રોડ પર ઝુંપડામાં રહેતા સામાન્ય પરિવારના ત્રણ સગા ભાઈબહેન સહિત ચાર બાળક ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા બાદ સમયસર ઘરે પરત ન ફરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. મોરબીના ઘુટું રોડ પર પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા રમેશભાઈ મનીભાઈ સાંથળીયા (ઉ.વ.55)એ ચિંતાતુર થઈને સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી તેમની બે સગીર પુત્રી અને એક સગીર દીકરો તેમજ બાજુમાં રહેતા સંગીતાબેનની એક સગીર દીકરી મળીને ચાર બાળકો રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ લાંબો સમય વીતી જવા છતાં ચારેય બાળકો પરત આવ્યા ન હતા. પીઆઇ જે.ડી. સરવૈયાએ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ચારેય બાળકની શોધખોળ માટે ત્રણ ટીમ બનાવી ગુમસુદા બાળકને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ ટીમોએ બાળકો ક્યાં ગયા તેની માહિતી મેળવવા માટે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવા સાથે હ્યુમન સોર્સીસની મદદથી સઘન તપાસ કરતા ચારેય બાળકો મહેન્દ્રનગર ચોકડી પાસેથી રિક્ષામાં બેસીને જૂના બસ સ્ટેન્ડ તરફ જતા હોવાનું જોવા મળ્યું હતું. પોલીસને મળેલી આ મહત્વની કડીના આધારે તુરંત જ પોલીસે એ સ્થળે દોડી જઈને ચારેય બાળકોનો કબજો મેળવી ગણતરીના સમયમાં તેમના પરિવારજનોને સોંપી દીધા હતા.
    Click here to Read More
    Previous Article
    તારણહાર:ટંકારાના સજનપરમાં 108 ઇમરજન્સી સેવા દેવદૂત બની, એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા પુત્રીને બચાવ્યા
    Next Article
    જેટી અને સી ફેસ રોડ તરફ જતા માર્ગો બંધ રહેશે‎:આજે દમણ નાઇટ માર્કેટમાં " નો વહીકલ ઝોન' જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment