Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ મેલડી માતાજી મંદિરે સાતમા નોરતે દીપમાળા અને મહાઆરતી:મહાનુભાવો અને ભક્તોની હાજરીમાં 108 દીપ પ્રગટાવી આરતી ઉતારાઈ

    17 hours ago

    બોટાદ મુક્તિધામ પરિસરમાં આવેલા સુપ્રસિદ્ધ મેલડી માતાજી મંદિરે નવરાત્રીના સાતમા નોરતે દીપમાળા અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો. સાંજે શુદ્ધ ઘીના 108 દીપક પ્રગટાવી દીપમાળા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 108 દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી ઇશ્વરભાઈ કળથીયા, બોટાદ સતવારા સમાજના પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયા, ટ્રસ્ટી કરમશીભાઈ ભવાનભાઈ, પ્રવીણભાઈ પરમાર, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહ મંત્રી રસીકભાઈ કણઝરીયા, ગણપતભાઈ કણઝરીયા, નગરપાલિકા સભ્ય અરવીંદભાઈ પરમાર, બળદેવભાઈ પરમાર, વિશાલભાઈ કણઝરીયા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ, નગરપાલિકા ટી.પી. ચેરમેન મહેશભાઈ પાટીવાળા, પાલિકા પૂર્વ ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, મુક્તિધામના ચેરમેન સી.એલ. ભીકડીયા, સતવારા સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. તમામ ભક્તોએ મહાઆરતી ઉતારી હતી. આરતી પછી વિશેષ પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ડબલ મર્ડર, દીકરાએ માતા અને નાના ભાઈને પતાવી દીધા:મિલકત અને દુકાનોના ભાડાના વિવાદમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા, મૃતકની પત્નીને હાથે ઈજા
    Next Article
    A Season Of Anger: Protests In Many Nations Around The Same Time

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment