Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસાહિત્યકાર હકાભાની બે હાથ જોડી સરકારને વિનંતી:‘ખેડૂતોની માગ પુરી કરો, હવે એ પૂરા થવાની તૈયારીમાં છે, એક-એક ખેડૂત પર પાંચ-પાંચ લાખનું દેણું છે’

    12 hours ago

    મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન દરમિયાન લોક ડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરાના મંચ પરથી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકારને ખેડૂતોની માંગણીઓ સંતોષવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, ખેડૂતોની માંગણીઓ પૂરી કરો, કેમકે હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીની બે હાથ જોડી સરકારને વિનંતી જેતપર ગામે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાનગી વીજ કંપની પાસેથી પૂરતા વળતરની માગ સાથે લડત ચલાવી રહ્યા છે. આ આંદોલન અંતર્ગત છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે, જેનો આજે પાંચમો દિવસ છે. ચોથા દિવસે રાત્રે ઉપવાસી છાવણી ખાતે હકાભા ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો. ‘ખેડૂતોની માગ પુરી કરો, હવે એ પૂરા થવાની તૈયારીમાં છે' : હકાભા ગઢવી આ ડાયરામાં મોરબી જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. હકાભા ગઢવીએ મંચ પરથી જણાવ્યું હતું કે, આજની તારીખે એક એક ખેડૂત ઉપર ઓછામાં ઓછું પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેણું છે. તેમણે ખેડૂતોની સ્થિતિ પર ભાર મૂકીને તેમની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવા અપીલ કરી હતી. 'એક-એક ખેડૂત પર પાંચ-પાંચ લાખનું દેણું છે’ : હકાભા ગઢવી હકાભા ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ખેડૂતોના હક માટેની આ લડાઈમાં મદદરૂપ થવાના ભાવ સાથે એક પણ રૂપિયો લીધા વગર આ લોક ડાયરામાં આવ્યા છે. તેમણે ચાર મહિના પહેલાં મળેલી એક ચેલેન્જને પણ યાદ કરી હતી, જેમાં ખેડૂતો માટે ડાયરો કરવા પર બમણો ચાર્જ આપવાની વાત હતી. ‘રાજકીય નેતાઓ આંદોલનની દિશા ભટકાવી દે છે’ : હકાભા ગઢવી તેમણે કહ્યું કે, જેતપરમાં એક પણ રૂપિયો લીધા વગર આવીને તેમણે તે ચેલેન્જ પૂરી કરી છે. આટલું જ નહીં, ખેડૂતોના હિત માટે આવા 50 કાર્યક્રમ કરવા પડે તો પણ તેઓ એક પણ રૂપિયો લેશે નહીં તેવી જાહેરાત કરી હતી. ડાયરામાં હાજર ખેડૂતોને તેમણે વચન આપ્યું હતું કે, તેઓ આખી જિંદગી ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ આવું ખોટું વચન આપે તો એને મારી નાખવો જોઈએ. ----- આ પણ વાંચો ખાનગી વીજ કંપનીના વળતર મુદ્દે ખેડૂતોએ માથું મુંડાવ્યું, બેસણું ગોઠવ્યું મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનના ભાગરૂપે ખેડૂતોએ શનિવારે 20 જૂન રાત્રે ઉપવાસી છાવણી ખાતે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ખાનગી વીજ કંપનીના સંચાલક ગૌતમ અદાણીની 'માનવતા' મરી પરવારી હોવાનું કહીને બેસણું અને મોકાણનો કાર્યક્રમ યોજ્યો હતો. સાથે જ ખેડૂતોએ ગળામાં ‘નરેન્દ્ર મોદી દેશદ્રોહી છે’ના પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ… વીજકંપની સામે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો બીજો દિવસ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલ સામે વળતર મુદ્દે ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું છે. આ આંદોલનમાં રાજ્ય મંત્રીના નાના ભાઈ સહિત 5 વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જો કે, જિલ્લા આરોગ્ય અધિકારીના લેખિત આદેશ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઉપવાસીઓની તબીબી તપાસ કે દરકાર લેવામાં ન આવતા વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. વળતર વગર વીજપોલની કામગીરીનો વિરોધ મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વિના અને વળતરની રકમ સ્પષ્ટ કર્યા વિના જ વીજ પોલ ઊભા કરવાનું કામ શરૂ કરી દેવાતા વિવાદ વકર્યો છે. ખેડૂતોના વિરોધ વચ્ચે પણ ખાનગી કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરોમાં કામ ચાલુ રખાતા ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આ પૂર્વે ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું, તેમ છતાં પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. સંપૂર્ણ અહેવાલ વાંચો… ઉપવાસ આંદોલનનો પહેલા દિવસે શું થયું? 18 જૂનથી ઉપવાસનું હથિયાર ઉગામ્યું મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં ઊભા કરવામાં આવી રહેલા વીજ પોલ સામે કંપની દ્વારા પૂરતું વળતર ન અપાતા, 18 જૂનથી જેતપર ગામના ત્રણ ખેડૂત અને એક મહંત દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં 'સરદારના માર્ગે' ઉગ્ર આંદોલન કરતા પણ તેઓ અટકાશે નહીં.(સમગ્ર અહેવાલ વાંચો) ટ્રેક્ટર રેલી અને પ્રતિક ઉપવાસ છતાં તંત્ર ઉદાસીન છેલ્લા કેટલાક સમયથી ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના કે પૂરતું વળતર ચૂકવ્યા વિના ખેતરોમાં ઘૂસીને વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતો જ્યારે આ બાબતનો વિરોધ કરે છે ત્યારે, પોલીસને આગળ ધરીને તેઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આ અગાઉ ખેડૂતોએ જેતપરથી મોરબી કલેક્ટર કચેરી સુધી વિશાળ ટ્રેક્ટર રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતાં છેલ્લા એક સપ્તાહથી ગામમાં પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા હતા. છતાં પણ તંત્ર કે કંપની દ્વારા કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા આખરે ખેડૂતોએ આમરણાંત ઉપવાસનું હથિયાર ઉગામ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ, મુખ્ય 3 માગ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મુદ્દે 7 જૂનની રાત્રે ખેડૂતોની જાહેર સભા યોજાઈ હતી. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ આ સભામાં ખેડૂતોએ ખાનગી કંપનીઓ દ્વારા અપૂરતા વળતર સામે વિરોધ નોંધાવ્યો હતો. કંપની-ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે, ખાનગી કંપનીઓ તેમના ખેતરોમાંથી વીજ લાઈનો પસાર કરી રહી છે અને વીજપોલ ઉભા કરી રહી છે. પરંતુ, તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. વળતર ચૂકવ્યા વગર કામગીરી થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ…
    Click here to Read More
    Previous Article
    એડવાન્સ પૈસા લીધા પછી પણ કારીગરની કરતૂત:સરગાસણમાં આડેધડ કલર લગાવીને ફ્લેટ ચિત્રી કાઢ્યો,1.08 લાખના મશીનો ચોરીને ફરાર
    Next Article
    Live Updates: US-Iran Negotiations End, Technical Talks Will Continue

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment