Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મહાનગરપાલિકામાં ભરતી:2,700 બેઠકો માટે 1.55 લાખથી વધુ પરીક્ષાર્થીઓ નસીબ અજમાવશે, 12 જુલાઈએ પરીક્ષાનું આયોજન

    8 hours ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ આખરે વહીવટી તંત્રમાં ખાલી પડેલી વિવિધ કેડરની આશરે 2,700 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ મોટી ભરતીને લઈને સુરત મનપા પ્રશાસન અને સરકારી નોકરીની આશા રાખતા ઉમેદવારો બંનેમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મનપા દ્વારા આ ભરતી પ્રક્રિયા અંતર્ગત પ્રથમ તબક્કાની પરીક્ષાઓ આગામી 12 જુલાઈ, રવિવારના રોજ યોજવાનું સત્તાવાર રીતે નક્કી કરવામાં આવ્યું છે. 2,700 જગ્યા માટે 2 લાખથી વધુ ફોર્મ ભરાયા આ મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત થતાં જ ઉમેદવારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. મનપાની વિવિધ 2,700 જગ્યાઓ માટે કુલ 2 લાખથી પણ વધુ ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા વહીવટી તંત્ર માટે પરીક્ષાનું સફળ અને પારદર્શક આયોજન કરવું એક મોટો પડકાર બની ગયું છે. ઉમેદવારોની પરીક્ષાઓ એકબીજા સાથે ક્રોસ ન થાય અને કોઈ ગેરવ્યવસ્થા ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ અને સુદ્રઢ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. પરીક્ષા પ્રક્રિયાને બે અલગ-અલગ શિફ્ટમાં વહેંચી હાલની પ્રાથમિક રુપરેખા અને વહીવટી આયોજન મુજબ, સમગ્ર પરીક્ષા પ્રક્રિયાને બે અલગ-અલગ શિફ્ટમાં વહેંચી દેવામાં આવી છે. તમામ કેડરની પરીક્ષા માટે 100 ગુણનું પ્રશ્નપત્ર રાખવામાં આવ્યું છે. પ્રથમ શિફ્ટમા માત્ર સૌથી વધુ ઉમેદવારો ધરાવતી 'ક્લાર્ક' કેડરની જ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે બીજી શિફ્ટમાં 'સ્ટાફ નર્સ' અને 'ડ્રાઈવર' કેડરની પરીક્ષાઓ હાથ ધરવામાં આવશે. 1.55 લાખ ઉમેદવારો નસીબ અજમાવશે પ્રથમ તબક્કાની આ પરીક્ષામાં કુલ અંદાજે 1.55 લાખ જેટલા ઉમેદવારો ભાગ લેવાના છે. મનપામાં ક્લાર્કની કુલ 717 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ બેઠકો માટે સૌથી વધુ એટલે કે આશરે 1.15 લાખ ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. સ્ટાફ નર્સની કુલ 150 જગ્યાઓ માટે ભરતી થવાની છે, જેના માટે આશરે 30 હજાર જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ડ્રાઈવરની કુલ 444 જગ્યાઓ માટે મનપા તંત્રને આશરે 10 હજાર જેટલી અરજીઓ મળી છે, જે ઉમેદવારો આ શિફ્ટમાં પરીક્ષા આપશે. ગાઇડલાઇન આગામી દિવસોમાં જાહેર થશે વર્ષો પછી યોજાઈ રહેલી આ મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયા પર સુરત મનપા તંત્ર ખાસ નજર રાખી રહ્યું છે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ક્ષતિ ન રહી જાય. પરીક્ષાના ચોક્કસ સમય, પરીક્ષા કેન્દ્રોની અંતિમ યાદી અને ઉમેદવારો માટેની અન્ય જરૂરી માર્ગદર્શિકાઓ આગામી દિવસોમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Digital platforms complicit in pushing hate-filled Hindutva-pop, finds new CSoH report
    Next Article
    એડવાન્સ પૈસા લીધા પછી પણ કારીગરની કરતૂત:સરગાસણમાં આડેધડ કલર લગાવીને ફ્લેટ ચિત્રી કાઢ્યો,1.08 લાખના મશીનો ચોરીને ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment