Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના ગુંદાવાડી બજારમાં ગ્રાહક સાથે વેપારીની દાદાગીરી:બિલના વિવાદમાં વેપારી બંધુનો શિક્ષિકાના પરિવાર પર હુમલો: બાળકને ફડાકો ઝીંક્યો

    9 hours ago

    રાજકોટના ગુંદાવાડી બજારમાં કપડાંની ખરીદી કરવા ગયેલા શિક્ષિકા અને તેમના પરિવાર પર વેપારી અને તેના સ્ટાફે હિચકારો હુમલો કર્યાની શરમજનક ઘટના સામે આવી છે. પોલીસે વેપારી બંધુ સહિત 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ નવા થોરાળા વિસ્તારમાં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કાજલબેન ચૌહાણ તેમના પતિ મેહુલભાઈ, સાત વર્ષના પુત્ર ધ્વનિત અને પરિવારજનો સાથે ગુંદાવાડી શેરી નં. 17માં આવેલી ‘આસોપાલવ’ નામની દુકાને કપડાં ખરીદવા ગયા હતા. દુકાનના સ્ટાફે રૂ.1350 લેખે કપડાં બતાવ્યા હોવા છતાં કાઉન્ટર પર વેપારી પ્રશાંત મનસુખ દેસાઈએ બે જોડી કપડાનું રૂ.3000નું બિલ બનાવી દીધું હતું. બિલમાં રૂ.300 વધારે ઉમેરતા ગ્રાહકે ખરીદી કરવાની ના પાડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. આથી ઉશ્કેરાયેલા વેપારી અને તેના સ્ટાફે ગ્રાહક સાથે ગાળાગાળી કરી “લુખ્ખીના ઘરે રહેતા હો તો કપડાં લેવા અવાય જ નહીં’ તેમ કહી હુમલો કર્યો હતો. વેપારીએ સ્ટીલનો પાઈપ લઈ મારવા દોડી મહિલા અને તેમના પતિ સાથે મારામારી કરી હતી. આ દરમિયાન વેપારીએ પોતાના ભાઈ આશિષ દેસાઈને પણ બોલાવી લેતા તેણે વચ્ચે પડેલા શિક્ષિકાના 7 વર્ષના પુત્ર ધ્વનિતને પણ લાફો ઝીંકી દીધો હતો. ઘટના અંગે 112 નંબર પર જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ભક્તિનગર પોલીસે વેપારી બંધુઓ અને મહિલા સ્ટાફ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 1 કિમીનો આઇકોનિક રોડ દોઢ વર્ષે અધૂરો !‎:9 માસમાં પૂર્ણ કરવાના 2 રોડ 5 મહિને શરૂ નથી થયા : સ્ટ્રોમ વોટર લાઇન, પોલ શિફ્ટિંગ નડ્યું
    Next Article
    BAMS-BHMSમાં નોંધણી:આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે 6 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ ચકાસણી માટે એપોઇન્ટમેન્ટ જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment