Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 1 કિમીનો આઇકોનિક રોડ દોઢ વર્ષે અધૂરો !‎:9 માસમાં પૂર્ણ કરવાના 2 રોડ 5 મહિને શરૂ નથી થયા : સ્ટ્રોમ વોટર લાઇન, પોલ શિફ્ટિંગ નડ્યું

    8 hours ago

    સુરેન્દ્રનગરના ત્રણ આઇકોનિક રોડને હજુ ચૂંટણીની આચારસંહિતા નડી રહી છે ! ગૌરવપથનું ગૌરવ શહેરીજનો મેળવવા આતુર છે પરંતુ કામ શરૂ થતું નથી. 1 કિમી લાંબા અલકાપુરી ચોકથી ઉપાસના સર્કલ સુધીના 60 ફૂટ રોડનું કામ તો સમયમર્યાદા વટાવી ચૂકવ્યું છતાં હજુ શરૂ થયું નથી. તો વાલમપાર્કથી જીઆઇડીસી, નવા 80 ફૂટના રોડને જોડતો રૂ.7 કરોડના ખર્ચે બની રહેલો રોડ અને વઢવાણ ધોળીપોળથી પંજાબ નેશનલ બેંક સુધી રૂ.3.47 કરોડના ખર્ચે બનતા રોડનું કામ 9 અને 11 મહિનામાં પૂર્ણ કરવાનું હતું પણ 5 મહિના થવા છતાં હજુ શરૂ થયું નથી. આ અંગે તંત્ર વાલમપાર્કથી જી.આઇ.ડી.સી. નવા 80 ફૂટ રોડ સુધીના રસ્તા નીચે સ્ટ્રોમ વોટરની લાઈન છે.ચોમાસામાં ખોદકામ થાય નહીં એટલે હોલ્ટ ઉપર છે. ધોળીપોળથી પંજાબ નેશનલ બેંક સુધીના ગૌરવપથના કામમાં વીજપોલ વચ્ચે આવે છે. પોલી સેટીંગ માટે વીજ કંપનીને જાણ કરી હોવાનું જણાવી રહી છે. પરંતુ સવાલ એ થાય છેકે, રોડ બનવા અંગેનો પહેલાં સર્વે નહોતો થયો? 1. રોડનું નામ : અલકાપુરી ચોકથી ઉપાસના સર્કલ સુધી ખર્ચ : 3,07,27,920 ક્યારે કામ સોંપાયુ : 15/3/2025 એજન્સી : તુલસી પ્રોજેક્ટ (સમયમર્યાદા પૂર્ણ ) 2. રોડનું નામ : ધોળીપોળ વઢવાણથી બેંક સુધી ખર્ચ :3,47,54,205 ક્યારે કામ સોંપાયુ : તા 6/3/2026 એજન્સી : સનરાઈઝ કન્ટ્રક્શન (કામ શરૂ નથી થયું) 3. રોડનું નામ : વાલમપાર્કથી નવા 80 ફુટ રોડ સુધી ખર્ચ :7,46,29,708.26 ક્યારે સોંપાયુ : 18/3/2026 એજન્સી : હરિઓમ કન્ટ્રક્શન ( શરૂ નથી થયું) કાચબાગતિએ ચાલતી મનપાને 16 કિમીના નવા રોડનું ભારણ સુરેન્દ્રનગરમાં ગેબનશાપીર સર્કલથી અજરામર ટાવર અને દુધરેજ સુધીનો 16 કિ.મી.નો નેશનલ હાઇવે નંબર 51 હાઇવે ઓથોરિટીએ જે તે સ્થિતિમાં ફક્ત વિકાસ અને જાળવણી માટે મહાનગરપાલિકાની સોંપેલ છે. મ.ન.પા. દ્વારા આ રોડને આઈકોનિક ગૌરવપથ તરીકે વિકસાવવા વિચારી રહી છે. તેથી સવાલો ઉઠી રહ્યા છે કે, જે આઇકોનિક રોડના વર્ક ઓર્ડરો અપાઈ ગયા છે તે હજી પૂરા થયા નથી થતાં આમ મનપાના માથે વધુ ભાર આવશે તેમ લાગી રહ્યૂં છે.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન-વિજ્ઞાન:અંડાશયનું કેન્સર : જાણકારી જ છે પહેલી સાવચેતી
    Next Article
    રાજકોટના ગુંદાવાડી બજારમાં ગ્રાહક સાથે વેપારીની દાદાગીરી:બિલના વિવાદમાં વેપારી બંધુનો શિક્ષિકાના પરિવાર પર હુમલો: બાળકને ફડાકો ઝીંક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment