Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન-વિજ્ઞાન:અંડાશયનું કેન્સર : જાણકારી જ છે પહેલી સાવચેતી

    7 hours ago

    ડો. વિજય દવે અંડાશયનું કેન્સર (Ovarian Cancer) એ સ્ત્રીઓના પ્રજનન અંગો સાથે જોડાયેલી એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. સ્ત્રીના શરીરમાં ગર્ભાશયની બંને બાજુએ બે અંડાશય (Ovary) હોય છે, જે ઈંડાં (પુરા જીવનકાળ દરમિયાન 400 ઇંડાં સ્ત્રી ઉત્પન્ન કરે છે.) તેમજ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. જ્યારે આ અંડાશયના કોષો અસામાન્ય રીતે અને અનિયંત્રિત રીતે વધવા લાગે, ત્યારે તે કેન્સરનું રૂપ લે છે. આ કેન્સરની સૌથી મોટી મુશ્કેલી એ છે કે શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો ખૂબ જ સામાન્ય બીમારીને મળતા આવતા હોય છે, જેને સ્ત્રીઓ ઘણીવાર સામાન્ય પાચનની સમસ્યા સમજીને અવગણતી હોય છે. સતત પેટ ભારે લાગે/ફુલી જાય કે વિના કારણ ઝાડા થઈ જાય. કમર કે પેડુમાં વારંવાર દુખાવો થવો. થોડું ખાધા પછી પણ પેટ ભરાઈ ગયું હોય તેવું લાગે/ભુખ ઓછી લાગે વારંવાર પેશાબ કરવા જવું પડે અથવા પેશાબ રોકવામાં તકલીફ થવી. માસિક ચક્રમાં અચાનક મોટો બદલાવ આવવો કે મેનોપોઝ (માસિક બંધ થયા) પછી પણ બ્લીડિંગ થવું. આ સિવાય વજન અચાનક ઘટી જવું અથવા વધી જવું, બહુ થાક લાગવો અને કબજિયાત રહેવી. આ કેન્સર થવાનું કોઈ ચોક્કસ કારણ કહેવુ મુશ્કેલ છે પણ કેટલાક પરિબળો તેનું જોખમ વધારે છે. સામાન્ય રીતે 50થી 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં આ કેન્સર થવાની શક્યતા વધુ રહે છે. જો પરિવારમાં માતા, બહેન કે દીકરીને અંડાશયનું અથવા સ્તન કેન્સર (Breast Cancer) થયું હોય, તો જોખમ વધી જાય છે. આનુવાંશિકતા અગત્યનો ભાગ ભજવે છે. (જેમ કે BRCA1 અથવા BRCA2 જનીનોમાં ખામી). જે સ્ત્રીઓએ ક્યારેય ગર્ભધારણ ન કર્યો હોય તેમને આનું જોખમ થોડું વધારે હોઈ શકે છે. મોટી ઉંમરની (35 વર્ષની ઉંપરની) પ્રથમ સગર્ભાવસ્થા. વજન વધારે હોવું. એક સિદ્ધાંત પ્રમાણે નોન સ્ટોપ આવેલ્યુએશન (સતત ઇંડાંઓનું ઉત્પાદન પણ એક કારણ છે. કોઈપણ કારણોસર (ગર્ભ નિરોધક ગોળીઓથી, સગર્ભાવસ્થામાં આવેલ્યુએશનને અવરોધવાથી) પણ જોખમ વધે છે. તેના નિદાન માટે ગાયનેકોલોજીસ્ટ/ ઓન્કોસર્જન પેટ/ પેઢુની તપાસ કરે છે, પેટની સોનોગ્રાફી અને યોનિમાર્ગ દ્વારા સોનોગ્રાફી (Transvaginal USG) દ્વારા અંડાશયનું કદ અને સ્થિતિ જાણી શકાય છે, શરીરમાં કેન્સરના કોષોની હાજરી જાણવા CA 125 બ્લડ ટેસ્ટ સૂચક હોય છે. કેન્સરનો ફેલાવો કેટલો થયો છે એ જાણવા માટે સિટી સ્કેન અથવા એમઆરઆઈ કરાય છે, પેટ પર ઓપરેશન દરમ્યાન ગાંઠનો ટુકડો લઈ બાયોપ્સી દ્વારા ચોક્કસ નિદાન થાય છે. (વધુ આવતા સપ્તાહે)
    Click here to Read More
    Previous Article
    Chandra Grahan 2026: आज लगेगा साल का आखिरी चंद्र ग्रहण, जानें समय और आसान उपाय
    Next Article
    સુરેન્દ્રનગરમાં 1 કિમીનો આઇકોનિક રોડ દોઢ વર્ષે અધૂરો !‎:9 માસમાં પૂર્ણ કરવાના 2 રોડ 5 મહિને શરૂ નથી થયા : સ્ટ્રોમ વોટર લાઇન, પોલ શિફ્ટિંગ નડ્યું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment