Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BAMS-BHMSમાં નોંધણી:આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે 6 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ ચકાસણી માટે એપોઇન્ટમેન્ટ જરૂરી

    10 hours ago

    રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આયુર્વેદ અને હોમિયોપેથી સ્નાતક અભ્યાસક્રમની 85% સ્ટેટ ક્વોટા બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (ACPUGMEC) દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓ 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન પિન ખરીદી અને રજિસ્ટ્રેશન કરાવી શકશે. ધો.12 પછી આયુર્વેદ અને હોમિયોપેથીમાં પહેલી વખત મેડિકલથી અલગ પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ઓનલાઇન ફોર્મ ભર્યા પછી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પહોંચની પ્રિન્ટ લેતી વખતે જ તારીખ, સમય અને કેન્દ્ર પસંદ કરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની બેઠકો માટે ઉમેદવારે વેબસાઇટ પરથી ઓનલાઇન પિન મેળવવાનો રહેશે. પિન ખરીદી માટે રૂ.1,000 (નોન-રિફંડેબલ) અને રૂ.10,000 (રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ) મળી કુલ રૂ.11,000 ચૂકવવાના રહેશે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા NCISM/NCH કાઉન્સિલના નિયમો મુજબ આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, ICSE, કેમ્બ્રિજ યુનિવર્સિટી અથવા NIOSમાંથી ધોરણ 12 સાયન્સ (B અથવા AB ગ્રૂપ) પાસ કરનારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આ ઉપરાંત NEET-UG 2026 માં ઓલ ઇન્ડિયા ઓવર ઓલ રેન્ક મુજબ લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. ભાસ્કર એક્સપ્લેનર - શૈક્ષણિક વર્ષ 2026-27 માટે 85% સ્ટેટ ક્વોટાની બેઠકો પર પ્રક્રિયા શરૂ 1. કેમ લેવાય છે રૂ. 10,000 ડિપોઝિટ 2. ચેકલિસ્ટ: હેલ્પ સેન્ટર જતાં પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો (તમામ દસ્તાવેજોના ઓરિજિનલ સેટ ઉપરાંત સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ સેટ સાથે રાખવો) 3. ફોર્મ ભરતી વખતે આ 4 ભૂલ ન કરવી 4. BAMS-BHMSની પ્રક્રિયા અલગ થવાથી વિદ્યાર્થીઓને શું ફાયદો?
    Click here to Read More
    Previous Article
    રાજકોટના ગુંદાવાડી બજારમાં ગ્રાહક સાથે વેપારીની દાદાગીરી:બિલના વિવાદમાં વેપારી બંધુનો શિક્ષિકાના પરિવાર પર હુમલો: બાળકને ફડાકો ઝીંક્યો
    Next Article
    ડિજિટલ સુરક્ષા સામે લાલબત્તી:રાજકોટના બે સિનિયર સિટીઝનના નંબર ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે વાઇરલ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment