Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળ પંથકમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ:નાની ચોટલી વિરડીમાં મગફળી સુકાઈ, ખેડૂતો-માલધારીઓ આર્થિક સંકટમાં, પશુપાલકો દેવાના બોજ તળે દબાયા

    1 day ago

    જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાની ચોટલી વિરડી ગામના ખેડૂતો અને માલધારીઓ ચોમાસાની ચાલુ ઋતુમાં વરસાદ ખેંચાતાં ગંભીર જળ સંકટ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતમાં એકસાથે 40 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યા બાદ છેલ્લા 1.5 મહિનાથી વરસાદે સંપૂર્ણ ધાપ મારી છે. આકરા તાપના કારણે જમીનમાં પાણીના સ્તર ઝડપથી નીચે ઊતરી ગયા છે, જેના કારણે ઊભા પાક સુકાઈ રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાઈ છે. કૂવાના તળ ઊંડા જતાં સિંચાઈ સંકટ સ્થાનિક વાડી-વિસ્તારોમાં કૂવાના તળ સુકાઈ જવાથી સિંચાઈ માટે પમ્પિંગ મોટર માત્ર 2 કલાક જ ચાલી શકે છે. પૂરતા પાણીના અભાવે ખેતરોમાં વાવેલી મગફળી સહિતના અન્ય રોકડિયા પાકો મુરઝાઈ રહ્યા છે. ખેડૂત ભીખનભાઈ ચાવડાએ સ્થિતિ વર્ણવતાં જણાવ્યું હતું કે શરૂઆતમાં 40 ઇંચ વરસાદ પડ્યો હોવા છતાં અત્યારે જમીન કે કૂવામાં પાણી બચ્યા નથી. જો આગામી દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતોનો સંપૂર્ણ પાક બળીને ખાખ થઈ જશે અને મોંઘા બિયારણ-ખાતરનું રોકાણ માથે પડશે. ખોળ-દાણના ભાવ ₹2100 એ પહોંચ્યા ગીર વિસ્તારમાંથી વર્ષ 1971-72 દરમિયાન અહીં સ્થળાંતરિત થયેલા માલધારી પરિવારો માટે પશુપાલનનો વ્યવસાય ચલાવવો અશક્ય બની રહ્યો છે. ખાણ, દાણ અને ખોળના ભાવ પ્રતિ ગુણી 2000 થી 2100 રૂપિયા સુધી પહોંચી ગયા છે, જ્યારે સામે દૂધના યોગ્ય ફેટ કે પોષણક્ષમ ભાવ મળતા નથી. માલધારી બધાભાઈ કરમટાએ જણાવ્યું હતું કે સરકારે તે સમયે 20-20 વીઘા જમીન આપી હતી પરંતુ સિંચાઈની સુવિધા ન હોવાથી ખેતી નકામી બની છે. પશુઓને જીવંત રાખવા બહારથી મોંઘો ઘાસચારો લાવવો પડે છે, જેના કારણે બેંકો અને સરકારી ધિરાણના લેણાં ભરવા મુશ્કેલ બન્યા છે. પાક વીમો કે સહાય ન મળતાં તાત્કાલિક રાહત પેકેજની માંગ પાક વીમો કે અન્ય કોઈ સરકારી નાણાકીય સહાય ઉપલબ્ધ ન હોવાના કારણે આ વિસ્તારના ધરતીપુત્રો અને માલધારીઓ સંપૂર્ણપણે લાચાર બનીને મેઘરાજાની કૃપાની રાહ જોઈ રહ્યા છે. આર્થિક પાયમાલીના આરે આવીને ઊભેલા ગ્રામજનોએ સરકાર સમક્ષ માગણી કરી છે કે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર, રાહત દરે ઘાસચારો અને વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    પવિત્ર દામોદર કુંડમાં મહાકાય મગર દેખાયો:સફાઈ દરમિયાન અફરાતફરી, વન વિભાગની ટીમ દોડતી થઈ
    Next Article
    APMCમાં ચૂંટણી જીતવા વોટ કાપવાની રાજનીતિ?:AAP નેતા રાજુ બોરખતરીયાએ મતદાર યાદીમાંથી વેપારીઓના નામ કાઢી નાખ્યાનો આક્ષેપ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment