Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પવિત્ર દામોદર કુંડમાં મહાકાય મગર દેખાયો:સફાઈ દરમિયાન અફરાતફરી, વન વિભાગની ટીમ દોડતી થઈ

    1 day ago

    જૂનાગઢ સ્થિત ઐતિહાસિક અને પવિત્ર દામોદર કુંડ ખાતે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી સફાઈ કામગીરી દરમિયાન અચાનક એક મહાકાય મગર દેખાતાં કર્મચારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. સફાઈ કામદારોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વન વિભાગ અને સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મગરને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે ટીમ તેને પકડે તે પહેલાં જ મગર પાછળના કુંડમાંથી થઈને સોનરખ નદીના ઊંડા પાણી તરફ ભાગી છૂટ્યો હતો. સફાઈ દરમિયાન અચાનક મગર દેખાતાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું મહાનગરપાલિકાની સેનિટેશન શાખાના કર્મચારી રાજુભાઈ ત્રિવેદીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે દામોદર કુંડના છેલ્લા કુંડ પરિસરમાં નિયમિત સફાઈ ચાલી રહી હતી ત્યારે પાણીમાં મોટો મગર નજરે પડ્યો હતો. આ અંગે દામોદર કુંડના ગોર દ્વારા તાત્કાલિક તંત્રને સૂચના આપવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમે સ્થળ પર આવીને સફાઈ કામગીરી અટકાવી મગરને સલામત રીતે પકડવા માટે જાળ સહિતના સાધનો સાથે કવાયત હાથ ધરી હતી. મગર હાલ પાછળના કુંડ તરફ જતો રહ્યો હોવાથી તે ફરીથી બહાર આવે તો તુરંત ઝડપી લેવા માટે વન વિભાગની ટીમ સતત તકેદારી રાખી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન વિભાગની ટીમ સતત વોચ પર: તીર્થગોર નિલેશ પુરોહિત દામોદર કુંડના તીર્થગોર નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે દામોદર તીર્થ ક્ષેત્રમાં અવારનવાર સોનરખ નદીમાંથી મગર ચડી આવવાના બનાવો બનતા રહે છે. આજે સવારે મગર દેખાતાં જ તાત્કાલિક વન વિભાગ અને મનપા તંત્રને સતર્ક કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ટીમ મોકલીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. કુંડ પર સ્નાન અને દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ તેમજ સફાઈ કર્મચારીઓને કોઈપણ પ્રકારનું શારીરિક નુકસાન ન પહોંચે તે હેતુથી વન વિભાગ દ્વારા કુંડની આસપાસ સતત નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના આજોઠામાં વિદ્યાર્થિનીઓએ પૂર્વ સૈનિકોને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની દેશભક્તિપૂર્ણ ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    માંગરોળ પંથકમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ:નાની ચોટલી વિરડીમાં મગફળી સુકાઈ, ખેડૂતો-માલધારીઓ આર્થિક સંકટમાં, પશુપાલકો દેવાના બોજ તળે દબાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment