Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    APMCમાં ચૂંટણી જીતવા વોટ કાપવાની રાજનીતિ?:AAP નેતા રાજુ બોરખતરીયાએ મતદાર યાદીમાંથી વેપારીઓના નામ કાઢી નાખ્યાનો આક્ષેપ કર્યો

    1 day ago

    જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ (APMC) ની આગામી સામાન્ય ચૂંટણીને લઈને સ્થાનિક સહકારી અને રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો છે. યાર્ડની ખેડૂત, વેપારી અને સંઘ પાંખની બેઠકો માટે યોજાનારી ચૂંટણી અગાઉ જાહેર કરાયેલી મતદાર યાદીમાં મોટી ગોલમાલ અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. વર્ષોથી યાર્ડમાં પેઢી ધરાવતા અને તમામ નિયમોનું પાલન કરતા લાયક વેપારીઓને મતાધિકારથી વંચિત રાખવા માટે જાણીજોઈને યાદીમાંથી તેમના નામ કમી કરી દેવાયા હોવાનો દાવો કરવામાં આવતાં યાર્ડના વેપારી વર્ગમાં ભારે ચકચાર મચી ગઈ છે. ચૂંટણી જીતવા માટે સેસ ભરતા વેપારીઓના નામ કમી કરાયા: આપ નેતા રાજુ બોરખતરીયા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયાએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધા બાદ સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે મતદાર યાદીમાં મોટો ગોટાળો કરવામાં આવ્યો છે. યાર્ડમાં નિયમિત વેપાર કરતા અને નિયમ મુજબ વાર્ષિક 50,000 રૂપિયાથી વધુ સેસ જમા કરાવતા અસલ વેપારીઓના નામ પણ મતદાર યાદીમાંથી ઉડાડી દેવામાં આવ્યા છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે હરીફ ઉમેદવારો ચૂંટણી ન લડી શકે તે માટે વેપારીઓને ડરાવવામાં આવી રહ્યા છે અને દેશભરમાં વોટ કાપીને સત્તા મેળવવાની નીતિ હવે જૂનાગઢ યાર્ડમાં પણ લાગુ કરવામાં આવી છે. નિયમાનુસાર 3 વર્ષનો સેસ ભરનારા તમામનો સમાવેશ થયો છે: સેક્રેટરી દિવ્યેશ ગજેરા બીજી તરફ લાગેલા તમામ આક્ષેપોને સ્પષ્ટપણે ફગાવતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી તૈયાર કરવામાં તમામ સરકારી નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. યાર્ડની પ્રાથમિક યાદી, પુનઃપ્રસિદ્ધિ અને આખરી મતદાર યાદી નિર્ધારિત પ્રક્રિયા મુજબ જ જાહેર થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 3 વર્ષ દરમિયાન નિયત મુજબ દર વર્ષે જરૂરી સેસ ભરનારા લાયક વેપારીઓના નામ કાયદેસર રીતે યાદીમાં સામેલ છે અને કોઈ પણ લાયક વ્યક્તિનું નામ ગેરકાયદે દૂર કરાયું નથી. વાંધા અરજીનો પૂરતો સમય અપાયો હતો સેક્રેટરીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે પ્રાથમિક અને આખરી યાદીની વચ્ચે નિયમાનુસાર વાંધા-સૂચનો રજૂ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. જો કોઈ વેપારી તરફથી પુરાવા સાથે સત્તાવાર વાંધો આવ્યો હોત તો તેની ચકાસણી કરીને નામ ઉમેરવાની કાર્યવાહી થઈ શકત, પરંતુ તંત્ર સમક્ષ કોઈ સત્તાવાર વાંધા રજૂ થયા નહોતા. આ ઉપરાંત મતદાર યાદી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈપણ આખરી નિર્ણય લેવાની કાનૂની સત્તા માત્ર ચૂંટણી અધિકારી પાસે અબાધિત રહે છે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળ પંથકમાં દોઢ મહિનાથી વરસાદ ગાયબ:નાની ચોટલી વિરડીમાં મગફળી સુકાઈ, ખેડૂતો-માલધારીઓ આર્થિક સંકટમાં, પશુપાલકો દેવાના બોજ તળે દબાયા
    Next Article
    Opinion: Opinion | Toxic Knows Exactly What It Is Doing To Its Hero. And You May Have Missed It

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment