Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધનને લઈને બજારોમાં કીડિયારું ઉભરાયું:રાખડીની ખરીદી માટે ભારે ભીડ ઉમટી, મીઠાઈની દુકાનો બહાર લાંબી-લાંબી લાઈનો લાગી

    17 hours ago

    ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમા પવિત્ર રક્ષાબંધન પર્વની પૂર્વસંધ્યાએ વડોદરા શહેરના બજારોમાં ખરીદીનો ભારે ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે. શહેરમાં બહેનો પોતાના લાડકવાયા ભાઈ માટે અવનવી રાખડીઓ અને ભાઈઓ બહેનને આપવા માટે આકર્ષક ગિફ્ટ્સ ખરીદવા ઉમટી પડ્યા છે. રક્ષાબંધનના દિવસે ભાઈનું મોં મીઠું કરાવવાની વિશેષ પરંપરા હોવાથી વડોદરાની જાણીતી મીઠાઈની દુકાનો પર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે. માર્કેટ ચાર રસ્તા સહિતના મુખ્ય વિસ્તારોમાં જાત-જાતની મીઠાઈઓની ખરીદી માટે શહેરીજનોમાં અનેરો ઉમંગ છવાયો છે. દુલિરામ પેંડાવાળાને ત્યાં ખરીદારોનો ભારે ઘસારો વડોદરાના ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય 'દુલિરામ પેંડાવાળા' ખાતે આજે તહેવાર નિમિત્તે સ્વાદપ્રિય નગરજનોનો જબરદસ્ત ધસારો જોવા મળ્યો હતો. શહેર ઉપરાંત બહારગામથી આવતા લોકો પણ રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે અહીંથી મીઠાઈ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. શુદ્ધતા અને અસલ સ્વાદની ખાતરી હોવાના કારણે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પણ ખરીદી કરવા તૈયાર જણાયા હતા. સમગ્ર માર્કેટ વિસ્તારમાં પેંડા, કાજુકતરી અને વિવિધ પરંપરાગત મીઠાઈઓનું ધૂમ વેચાણ નોંધાયું હતું. 7-8 વર્ષથી એકસરખો સ્વાદ અને ક્વોલિટી: ગ્રાહક અપેક્ષાબેન કારેલીબાગ અમિતનગર વિસ્તારમાંથી ખાસ પેંડા ખરીદવા આવેલા અપેક્ષાબેન શાહે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 7થી 8 વર્ષથી રક્ષાબંધન માટે આ જ સ્થળેથી પેંડા ખરીદે છે. લાઈનમાં અડધો કલાક ઊભા રહેવું પડ્યું હોવા છતાં કોઈપણ ભેળસેળ વિના મળતા શુદ્ધ સ્વાદ અને ઉત્તમ ગુણવત્તાના કારણે તેઓ અહીંથી જ ખરીદી કરવાનું પસંદ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, રક્ષાબંધન પવિત્ર તહેવાર હોવાથી પરિવારના તમામ સભ્યો માટે આ સ્વાદિષ્ટ મીઠાઈ અનિવાર્ય બની ગઈ છે. રાજાશાહી સમયની પરંપરા અને ગુણવત્તા: ગ્રાહક રાહુલ માંજલપુર વિસ્તારમાંથી મીઠાઈ લેવા પહોંચેલા રાહુલ વસાવાએ જણાવ્યું હતું કે, આ પેંડાની દુકાનનો ઇતિહાસ રાજાશાહીના સમયથી ખૂબ જૂનો અને પ્રતિષ્ઠિત રહ્યો છે. 20 મિનિટથી લાઇનમાં ઊભા હોવા છતાં અને હજુ વધુ સમય લાગે તેમ હોવા છતાં લોકો પૂર્ણ સંતોષ સાથે લાઇનમાં ઊભા રહીને વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. ઉત્તમ ક્વોલિટી અને સ્વાદના ભરોસાને કારણે શહેરના દરેક ખૂણેથી લોકો ઉત્સાહભેર અહીં ખરીદી માટે આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મીઠાઈના વેપારીઓએ રેપિડ ટેસ્ટ માટે કીટ રાખવી પડશે:ગ્રાહકો અને વેપારીઓએ જાતે જ ગુણવત્તાનો ટેસ્ટ કરશે, ભેળસેળ જણાય તો ફરિયાદ કરી શકશે
    Next Article
    AMCમાં વિવાદિત ઉમેદવાર પર મહેરબાની?:પાર્ક્સ એન્ડ ગાર્ડન ડાયરેક્ટરની ભરતીમાં 1.5 વર્ષથી વિલંબ, નિર્ણય વધુ 10 દિવસ લંબાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment