Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મીઠાઈના વેપારીઓએ રેપિડ ટેસ્ટ માટે કીટ રાખવી પડશે:ગ્રાહકો અને વેપારીઓએ જાતે જ ગુણવત્તાનો ટેસ્ટ કરશે, ભેળસેળ જણાય તો ફરિયાદ કરી શકશે

    15 hours ago

    આગામી તહેવારોની સિઝનને ધ્યાને રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે AMC ની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં રેપિડ ટેસ્ટિંગ કીટ મૂકવા ફૂડ વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ છે. ફરિયાદ માટે 155303 હેલ્પલાઇન નંબર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, જો કોઈ પણ મીઠાઈ કે ફરસાણમાં ભેળસેળ જણાય તો નાગરિકો તાત્કાલિક AMC ના હેલ્પલાઈન નંબર 155 303 પર ફરિયાદ નોંધાવી શકે છે, જેના આધારે ફૂડ વિભાગ ત્વરિત કાર્યવાહી કરશે. ભૂતકાળમાં પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફરસાણની દુકાનોમાં તળવા માટે વપરાતા તેલની ગુણવત્તા ચકાસવા માટે TPC (Total Polar Compounds) મશીન મુકવાની જાહેરાત કરાઈ હતી. જોકે, હજુ સુધી મોટાભાગની દુકાનોમાં આ મશીનો જોવા મળતાં નથી. આથી, રેપિડ ટેસ્ટિંગ કીટ મૂકવાના આ નવા આદેશનું યોગ્ય રીતે અમલીકરણ થશે કે નહીં તે સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રેડક્રોસ બહેનોએ કલેક્ટરને રાખડી બાંધી:જામનગરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
    Next Article
    રક્ષાબંધનને લઈને બજારોમાં કીડિયારું ઉભરાયું:રાખડીની ખરીદી માટે ભારે ભીડ ઉમટી, મીઠાઈની દુકાનો બહાર લાંબી-લાંબી લાઈનો લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment